bharat tibbat pravasi welcome

Welcome by the Indo-Tibetan sangh: સફરનામાં પ્રવાસ હેઠળ વાહન માં મુસાફરી કરતાં દંપતી નું ભારત તીબ્બત સંઘ દ્વારા સ્વાગત અભિવાદન કરાયું.

Welcome by the Indo-Tibetan sangh: વીસ દિવસ ની સમગ્ર સફર પાંડે દંપતી દિવસ રાત તેમની ખાસ તૈયાર કરાયેલી વેનેટરી વેનમાં પસાર કરશે.

  • Welcome by the Indo-Tibetan sangh: જામનગર ના જોવા લાયક સ્થળો ને સોશ્યલ મીડિયા ના મધ્યમ થી સમગ્ર વિશ્વ માં ઉજાગર કરશે પાંડે દંપતી.

અહેવાલ: જગત રાવલ
જામનગર, 19 ફેબ્રુઆરી
: Welcome by the Indo-Tibetan sangh: ગુજરાત ના લબ્ધ પ્રતિષ્ઠિત કવિ ઉમાશંકર જોશીએ ગુજરાતી સાહિત્ય ને સુંદર કવિતા અર્પણ કરી છે, “ ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા……” આવી જ કઇંક કવિતાને સાર્થક કરતાં જોધપુર થી પાંડે દંપતી તેઓની વેનેટરી વેન માં ગુજરાત ભ્રમણ માટે નીકળી પડ્યા છે , ગઇકાલે આ દંપતી જામનગર આવી પહોંચતા તેઓનું ભારત તીબ્બત સંઘ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

જોધપુર થી ગુજરાત સફરનામા માટે નીકળી પડેલા દિપક પાંડે અને રુચિ પાંડે અંદાજે 20 દિવસ સુધી ગુજરાત ના અનેક જિલ્લાઓની, પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે પણ…., આ મુલાકાત બીજી બધી મુલાકાતો કરતાં અલગ એટલામાટે છે કે આ પાંડે દંપતી તેમની 20 દિવસ ની યાત્રા તેના વાહનમાં (વેનેટરી વેન) દિવસ રાત પસાર કરી પૂર્ણ કરશે, તેઓએ તેમના વાહનમાં જાણે કે એક ઘર જ ઊભું કરી લીધું છે, જેમાં રસોડું, બાથરૂમ – સંડાસ, સુવા માટેની પથારી અને ટીવી ફ્રીઝ બધી જ સવલતો ઊભી કરાઇ છે.

Habit tips: જો તમને ખુબ ગુસ્સો આવતો હોય તો તેને શાંત કરવા, આજે જ તમારા આહારમાં આ વસ્તુઓનો કરો સમાવેશ

સફરનામાં હેઠળ જામનગર આવી પહોંચેલા દિપક પાંડે અને રુચિ પાંડે ને ભારત તીબ્બત સંઘ ના જિલ્લા શહેર મહિલા અધ્યક્ષ અને કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, મંત્રી દીશિતાબેન પંડ્યા, આશાબેન કટારામલ, તેમજ ભારત તીબ્બત સંઘ મુખ્ય એકાય ના અધ્યક્ષ અને કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠિયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા વિગેરે દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું, દિપક પાંડે અને રુચિબેન પાંડે ની જામનગર ની મુલાકાત તેમના યુટ્યુબ ફેસબુક મિત્ર ફ્રીડા ડિસોઝા દ્વારા શક્ય બની હતી.

જામનગર બાદ પોતાના વાહન માં ગુજરાત ભ્રમણ કરવા નીકળી પડેલ આ દંપતી ગુજરાત સફરનામાં હેઠળ દ્વારકા પોરબંદર, સોમનાથ, નર્મદા અને વડોદરા વિગેરે ની મુલાકાતે પણ જનાર છે.

Gujarati banner 01