cadila vaccine

Zydus Cadila Vaccine: ઝાયડસની કોરોના વેક્સિનને મોદી સરકારે આપી લીલીઝંડી, જાણો કેટલા ડોઝ લેવા પડશે

Zydus Cadila Vaccine: રસી 12-18 વર્ષની વચ્ચેની વયનાં બાળકો માટે પણ સુરક્ષિત છે

અમદાવાદ, ૨૦ અગસ્ત: Zydus Cadila Vaccine: ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની 3 ડોઝ વાળી કોરોના વેક્સિનને મોદી સરકારે મંજૂરી આપી છે. આ વેક્સિનનું નામ ZyCov-D છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે આ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.

સમિતિએ કહ્યું છે કે ઝાઈડસે તેની રસીના બે-ડોઝની થેરાપી માટે અધિક માહિતી પૂરી પાડવાની જરૂર છે. કેડિલા હેલ્થકેર લિમિટેડ નામક જેનેરિક દવા ઉત્પાદક કંપનીએ તેની કોરોના રસી ZyCoV-Dને મંજૂરી આપવા માટે ગત 1 જુલાઈએ અરજી નોંધાવી હતી. 

આ પણ વાંચો: Lakshmi Mittal meet CM: આજે ગાંધીનગરમાં આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સી ઈ ઓ દિલીપ ઉમાને લીધી મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત

આ રસીનો અસરકારકતાનો દર છે 66.6%. તેનું કહેવું છે કે તેની રસી 12-18 વર્ષની વચ્ચેની વયનાં બાળકો માટે પણ સુરક્ષિત છે. ZyCoV-Dને ઈમર્જન્સી બાદ સંપૂર્ણ મંજૂરી મળશે એ પછી ભારતવાસીઓને કોરોના સામેના જંગમાં રસીનો પાંચમો વિકલ્પ પ્રાપ્ત થશે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો