Covid Positive Player Allowed To Play Match

Covid Positive Player Allowed To Play Match: ICCનો મહત્ત્વનો નિર્ણય, પોઝિટિવ ખેલાડીને પણ વર્લ્ડ કપમાં મેચ રમવા આપી મંજૂરી

Covid Positive Player Allowed To Play Match: ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ કપની ફાઈનલ 13 નવેમ્બરે રમાશે.

સ્પોર્ટ્સ ડેસ્ક, 19 ઓક્ટોબરઃ Covid Positive Player Allowed To Play Match: તાજેતરમાં ICCએ ઘોષણા કરી છે કે જે ખેલાડી કોવિડ-19 પોઝિટિવ હશે તેમને T20 વર્લ્ડ કપની મેચમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવશે. વર્લ્ડ કપ 2022માં 16 ટીમ ભાગ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ કપની ફાઈનલ 13 નવેમ્બરે રમાશે.

ICC કોરોના સંક્રમિત ખેલાડીઓને મેચ રમવાની મંજૂરી આપશે. આ સિવાય પણ નિયમોમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને ફરજિયાત કોવિડ-19 ટેસ્ટ કરાવવાની ફરજ પાડવામાં આવશે નહીં. આ સિવાય કોઈ ખેલાડી કોરોના સંક્રમિત થાય છે તો તેને જરૂરી આઈસોલેશન પિરિયડમાં પણ રહેવું નહીં પડે.

આ પણ વાંચોઃ Kharge wins Congress President election: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જીત્યા મલ્લિકાર્જૂન ખડગે, 8 ગણા વધુ મતથી જીત પ્રાપ્ત કરી

જ્યારે કોઈ ખેલાડી વાઇરસથી સંક્રમિત થાય છે, ત્યારે ટીમના ડોકટરોએ આકારણી કરવી પડશે કે ખેલાડી મેચમાં ભાગ લેવાની સ્થિતિમાં છે કે કેમ. કોઈ ખેલાડીનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવે છે તો ટીમને સ્ક્વોડમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે.

રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી ખેલાડી સ્ક્વોડમાં ફરી જોડાઈ શકશે. કોરોના સંક્રમિત વ્યક્તિને ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા લાગુ કોવિડ-19 સાથે જોડાયેલા આઈસોલેશન નિયમમાંથી પણ રાહત મળી છે.

આ પણ વાંચોઃ Gold and silver prices: ધનતેરસ પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો,જાણો તમારા શહેરમાં શું છે કિંમત?

Gujarati banner 01