Dinesh kartik

Dinesh kartik record: દિનેશ કાર્તિકે તોડી નાંખ્યો MS ધોનીનો આ રેકોર્ડ, આવું કરનાર પ્રથમ ભારતીય

Dinesh kartik record: દિનેશ કાર્તિકે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં 27 બોલમાં 55 રન બનાવ્યા

ખેલ, ૧૮ જૂન: Dinesh kartik record: હાલ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે પાંચ મેચોની ટી20 સીરિઝ ચાલી રહી છે. રાજકોટમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ આફ્રિકાને 82 રનથી હરાવ્યું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે તેમના સ્વભાવ મુજબ વિસ્ફોટક ઈનિંગ રમી. આ ઈનિંગની મદદથી દિનેશ કાર્તિકે મહેન્દ્ર સિંહ ધોનીનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આવો જાણીએ… 

દિનેશ કાર્તિકે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં 27 બોલમાં 55 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 2 ગગનચુંબી સિક્સર ફટકારી છે. કાર્તિકે મેદાનના દરેક બાજુ સ્ટ્રોક ફટકાર્યા. આ સાથે દિનેશ કાર્તિકે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છઠ્ઠા અથવા તેનાથી પણ નીચલા ક્રમે બેટિંગ કરતા સૌથી મોટી ઈનિંગ રમનાર ભારતીય બની ગયો છે. તેના પહેલા આ રેકોર્ડ મહેન્દ્રસિંહ ધોનીના નામ પર હતો. ધોની એ સાઉથ આફ્રિકા વિરુદ્ધ વર્ષ 2018માં નંબર 6 પર બેટિંગ કરતા 52 રન બનાવ્યા હતા..

આ પણ વાંચો: Shamshera movie poster: ‘શમશેરા’માં ડાકુના અવતારમાં જોવા મળશે રણબીર કપૂર, આ તારીખે થશે સિનેમાઘરોમાં રિલીઝ

દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયા માટે પોતાની પહેલી ટી20 મેચ વર્ષ 2006માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમી હતી. આ મેચમાં કાર્તિકે 31 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી અને મેન ઓફ ધ મેચ બન્યો હતો. વર્ષ 2018માં દિનેશ કાર્તિકે નિદહાસ ટ્રોફીની ફાઈનલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 8 બોલમાં 29 રન બનાવ્યા હતા. ત્યારે દિનેશ કાર્તિકને બીજો મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. જ્યારે, સાઉથ આફિકા વિરુદ્ધ દિનેશ કાર્તિકે પોતાના કરિયરની પહેલી અડધી સદી ફટકારી છે.

Gujarati banner 01