Ranbir

Shamshera movie poster: ‘શમશેરા’માં ડાકુના અવતારમાં જોવા મળશે રણબીર કપૂર, આ તારીખે થશે સિનેમાઘરોમાં રિલીઝ

Shamshera movie poster: ફિલ્મનું પોસ્ટર થયું લીક, ડાકુના અવતારમાં જોવા મળશે રણબીર કપૂર

મનોરંજન ડેસ્ક, ૧૮ જૂન: Shamshera movie poster: રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત અભિનીત ફિલ્મ શમશેરા વર્ષ 2022ની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંની એક છે. ફેન્સ આ ફિલ્મમાં રણબીર કપૂરની એક ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે આ ફિલ્મનું પોસ્ટર લીક થઈ ગયું છે. આ પોસ્ટરમાં રણબીર કપૂર એક અલગ જ અવતારમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Avneet Kaur glamorous look: અવનીત કૌર-મોનોકીની માં બતાવ્યો ગ્લેમરસ લુક-જુઓ ફોટોગ્રાફ્સ

Shamshera movie poster: ફિલ્મના લીક થયેલા પોસ્ટરમાં રણબીર કપૂરના લુકની વાત કરીએ તો તે ડાકુના અવતારમાં જોવા મળી રહ્યો છે. લાંબી દાઢી-મૂછોમાં તે જોરદાર દેખાય રહ્યો છે. તેના માથા પર ઈજાનું નિશાન છે. વાળ હવામાં ઉડી રહ્યા છે અને ગંદા કપડાં પહેરી અને હાથમાં કુહાડી લઈ તેના ચહેરા પર ગુસ્સો જોવા મળી રહ્યો છે.

પોસ્ટરની ટેગલાઈન છે કર્મથી ડાકુ, ધર્મથી આઝાદ. તાજેતરમાં મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની સાથે ટીઝર પણ રિલીઝ કર્યું હતું. લગભગ એક મિનિટના મોનોક્રોમેટિક ટીઝરમાં ત્રણેય સ્ટાર્સને હથિયારોથી ઘેરાયેલી ધૂંધળી પ્રકાશવાળી જગ્યાના કેન્દ્રમાં બેઠેલા બતાવવામાં આવ્યા હતા.

આ ફિલ્મ કરણ મલ્હોત્રાએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, ડાકુ શમશેરાની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે સંજય દત્ત અને વાણી કપૂર પણ હશે. તે સિવાય આશુતોષ રાણા, સૌરભ શુક્લા, રોનિત રોય, જેવા કલાકારો પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 22 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેને હિન્દીની સાથે તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે.

Gujarati banner 01