Ravi Shastri PTI

Ravi Shastri may resign: ટી-20 વર્લ્ડકપ બાદ આ મહાનુભાવ પણ આપી શકે છે રાજીનામુ- વાંચો વિગત

Ravi Shastri may resign: 2017માં કેપ્ટન કોહલી સાથેના તનાવપૂર્ણ સબંધો બાદ અનિલ કુંબેલે કોચ પદેથી રાજીનામુ આપ્યુ હતુ અને શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના કોચ બન્યા હતા

સ્પોર્ટ્સ ડેસ્ક, 18 સપ્ટેમ્બરઃ Ravi Shastri may resign: વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરેલી જ છે અને હવે કોચ રવિ શાસ્ત્રીએ પણ ટી-20 વર્લ્ડકપ બાદ કોચ પદેથી રાજીનામુ આપવાનો ઈશારો કર્યો છે.

શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, કોચ તરીકે એ તમામ વસ્તુઓ મને મળી છે જેનુ મેં સપનુ જોયુ હતુ. શાસ્ત્રીએ બ્રિટિશ અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે , કોચ તરીકે મને તમામ વસ્તુઓ મળી છે. ઉલ્લેખનીય છે કે, 2017માં કેપ્ટન કોહલી સાથેના તનાવપૂર્ણ સબંધો બાદ અનિલ કુંબેલે કોચ પદેથી રાજીનામુ આપ્યુ હતુ અને શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના કોચ બન્યા હતા. શાસ્ત્રીની આગેવાની હેઠળ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ સિરિઝ જીતી હતી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચી હતી.

આ પણ વાંચોઃ Web series on Nirav Modi’s scam: હીરાના વેપારી ભાગેડુ નીરવ મોદીના ગોટાળા પર બનવા જઇ રહી છે વેબ સીરીઝ

શાસ્ત્રીએ પોતાની સિધ્ધિ ગણાવતા કહ્યુ હતુ કે, પાંચ વર્ષ સુધી ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા નંબર વન રહી છે. ઓસ્ટ્રેલિયામાં બે વખત સિરિઝ જીતી છે. ઈંગ્લેન્ડને ઈંગ્લેન્ડની ધરતી પર હરાવ્યુ છે. ક્રિકેટ રમતા તમામ દેશને આ સમયગાળમાં તેમની ધરતી પર હરાવ્યુ છે. જો ટી-20 વર્લ્ડકપ ટીમ જીતી તો સોનામાં સુગંધ ભળશે.

કોચ તરીકે પોતાની ટીકાઓ અંગે શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, મને એ વાતની કોઈ પરવાહ નથી કે, કોઈ શું કહે છે, ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવુ એ બ્રાઝિલ કે બ્રિટનની ફૂટબોલ ટીમના કોચ બનવા જેવુ કામ છે. તમે હંમેશા ચાહકોના નિશાના પર રહો છે. તમે 6 મહિના સારો દેખાવ કરો છો અને જો 36 રનમાં ઓલઆઉટ થઈ જાવ છો તો ચાહકો તમને ગોળી મારવા તૈયાર થઈ જાય છે. જોકે હું જાડી ચામડીનો છું અને મને કોઈ ફરક પડતો નથી.

Whatsapp Join Banner Guj