Civil opd

1200 bed OPD reopen: ૧૨૦૦ બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં ઓ.પી.ડી. અને આઇ.પી.ડી. સેવાઓનો પુન:આરંભ

1200 bed OPD reopen: છેલ્લા એક મહિનાથી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એક પણ કોરોના પોઝીટીવ દર્દી દાખલ થયેલ નથી

  • કોરોનાકાળમાં એક લાખ થી વધુ દર્દીઓએ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવ્યો :સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી
  • સિવિલ હોસ્પિટલ કોરોના રસીકરણ કેન્દ્રમાં અત્યારસુધીમા ૪૦૩૭૫ ડોઝ આપવામાં આવ્યા

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ ,૧૮ સપ્ટેમ્બર:
1200 bed OPD reopen: અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી ૧૨૦૦ બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં ઓ.પી.ડી. અને આઇ. પી. ડી. સેવાઓનો પુન:આરંભ કરવામાં આવ્યો છે.લાંબા સમયથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કોરોના હોસ્પિટલમાં પરિવર્તિત કરાયેલ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આજથી જ આરોગ્યલક્ષી સેવાઓ પૂર્વવત કરાઇ છે.

સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ વિગતો આપતા જણાવ્યું હતુ કે, (1200 bed OPD reopen) કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થતા તત્કાલિન પરિસ્થિતિને ધ્યાને લઇને સરકાર દ્વારા ૧૨૦૦ બેડ હોસ્પિટલને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી હતી.અત્યારસુધીમાં કોરોના ડેઝીગ્નેટેડ આ હોસ્પિટલમાં એક લાખથી વધુ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાઓનો લાભ મેળવ્યો છે. કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવતા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલની સેવાઓ પૂર્વવત કરીને બાળરોગ અને મહિલા લગતી બિમારીઓમાં અલાયદી સેવાઓનો પુન:આરંભ કરાવવામાં આવ્યો છે.છેલ્લા એક મહિનાથી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એક પણ કોરોના પોઝીટીવ દર્દી નવા દાખલ થયેલ નથી.

1200 bed OPD reopen

હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે જરૂર પડ્યે ૨૦૦ બેડની અલાયદી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સંભવિત ત્રીજી લહેરના તમામ પડકારો ઝીલવા માટે પણ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનું સિવિલ સુપ્રીટેન્ડેન્ટે ઉમેર્યુ હતુ. આજથી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં શરૂ થયેલ ઓ.પી.ડી. અને આઇ.પી.ડી. સેવાઓમાં ગાયનેક વિભાગમાં ૧૩૦ દર્દીઓ અને બાળરોગ વિભાગમાં ૧૨૦ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાઓનો લાભ મેળવ્યો હતો.

આ પણ વાંચો…Sanjay Raut: મોદી જેવો નેતા થયો નથી અને થશે નહીં: સંજય રાઉત

બાળરોગ અને ગાયનેક વિભાગની સેવાઓ સંપૂર્ણપણે કાર્યરત થઇ છે. આવનારા સમયમાં બાળરોગ સર્જરી અને યુરોલોજી જેવી સુપરસ્પેશાલિટી સેવાઓ ટૂંકસમય માં જ તબક્કાવાર કાર્યરત કરાવવામાં આવશે તેમ ડૉ.જોષીએ જણાવ્યું હતુ. ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના અવસરે સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન મેગાડ્રાઇવનું આયોજન થયુ હતુ. જેના ભાગરૂપે અમદાવાદ સિવિલમાં પણ રાત્રે ૧૨ વાગ્યા સુધી કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૨૮૧ દર્દીઓએ કોરોના સામે સલામતી આપતી રસી મૂકાવીને સલામતીનો સંદેશો પાઠવ્યો હતો.

1200 bed OPD reopen

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૬મી જાન્યુઆરી ૨૦૨૧ થી સમગ્ર દેશમાં શરૂ થયેલ કોરોના રસીકરણ અભિયાન હેઠળ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં અત્યારસુધીમાં ૪૦૩૭૫ લોકોને કોરોના સામે સલામતી આપતી રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી કોવિશિલ્ડના ૩૯૨૫૧ તથા કોવેક્સિનના ૧૧૨૪ ડોઝ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.

Whatsapp Join Banner Guj