Sanjay raut 600x337 1

Sanjay Raut: મોદી જેવો નેતા થયો નથી અને થશે નહીં: સંજય રાઉત

Sanjay Raut: સંજય રાઉતે કહ્યું હતું. તેમની કામ કરવાની અનોખી શૈલી અને મુદ્દાઓને જોવાનો અલગ દૃષ્ટિકોણને કારણે તેઓ અન્યથી અલગ પડે છે.

નવી દિલ્હી, ૧૮ સપ્ટેમ્બર: Sanjay Raut: ભાજપ શિવસેના વચ્ચેની યુતિ તૂટ્યા બાદ શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉત ભાજપની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવાની એક પણ તક છોડતા નથી. જોકે શુક્રવારે નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે શિવસેનાના નેતા સંજય રાઉતે તેમને શુભેચ્છા તો આપી હતી, પણ સાથે જ ભરપેટે તેમનાં વખાણ કરતાં રાજકીય સ્તરે ફરી ચર્ચાનો વિષય બની ગયો છે.

નરેન્દ્ર મોદી જેવો અત્યાર સુધી કોઈ નેતા થયો નથી એવા શબ્દોમાં તેમણે વડા પ્રધાનનાં વખાણ પણ કર્યાં હતાં. એથી શું ફરી શિવસેના-ભાજપ એક થઈ રહ્યાં છે એવી ચર્ચાએ પણ વેગ પકડ્યો હતો.

આ પણ વાંચો…Mukesh Patel ambaji darshan: ગુજરાત રાજ્ય ની નવી સરકાર માં મંત્રીઓ ની નવનિયુક્તિ બાદ મંત્રીઓ હવે દેવદર્શને પહોંચી રહ્યા છે

વડા પ્રધાનને જન્મદિવસની ફક્ત શુભેચ્છા આપતાં નહીં રોકાતાં સંજય રાઉતે (Sanjay Raut) નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટીને નવી ઊંચાઈ પર લઈ ગયા છે. કોઈ નેતા તેમને પહોંચી શકે એમ નથી. અટલ બિહારી વાજયપેયી બાદ ભાજપના તેઓ એકમાત્ર એવા નેતા છે, જે ભાજપને ઉચ્ચ શિખરો પર લઈ ગયા છે.  

તેમના શાસનમાં દેશમાં રાજકીય સ્થિરતા આવી હોવાનું પણ સંજય રાઉતે કહ્યું હતું. તેમની કામ કરવાની અનોખી શૈલી અને મુદ્દાઓને જોવાનો અલગ દૃષ્ટિકોણને કારણે તેઓ અન્યથી અલગ પડે છે.

Whatsapp Join Banner Guj