Web series on Nirav Modis scam

Web series on Nirav Modi’s scam: હીરાના વેપારી ભાગેડુ નીરવ મોદીના ગોટાળા પર બનવા જઇ રહી છે વેબ સીરીઝ

Web series on Nirav Modi’s scam: આ વેબ સીરીઝ પત્રકારના વ્યક્તિગત ઇન્ટરવ્યુ, શોધખોળ પર આધારિત

બોલિવુડ ડેસ્ક, 18 સપ્ટેમ્બરઃ Web series on Nirav Modi’s scam: હીરાના વેપારી નીરવ મોદીના ઘોટાળા પર એક વેબ સીરીઝબનાવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ  શોને એક પત્રકારના પુસ્તક પરથી આ શો બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પુસ્તકનુંશીર્ષક ફ્લોએડઃ ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ઇન્ડિયાઝ ડાયમંડ મોગુલ નીરવ મોદી છે. આના પર એક સ્ટ્રીમિંગ ડ્રામા સીરીઝ બનાવાની તૈયારી ચાલી રહી છે. નીરવ મોદી અધધધ કરોડોનો ઘોટાળો કરીને વિદેશ ભાગી ગયો છે. ભારતે તેને ભાગેડુ તરીકે જાહેર કર્યો છે. નીરવ મોદી પર વિદેશમાં કેસ ચાલી રહ્યા છે.

આ વેબ સીરીઝ (Web series on Nirav Modi’s scam)પત્રકારના વ્યક્તિગત ઇન્ટરવ્યુ, શોધખોળ પર આધારિત છે. આ પુસ્તકના લેખક પવન સી લાલે જણાવ્યું હતું કે, નીરવ મોદી પરના પુસ્તક સુધીની મારી આ સફર રોમાંચિત રહી છે. આ વેબ સીરીઝનો હિસ્સો બનીને હું ઉત્સાહીત અને રોમાંચિત છું.

આ પણ વાંચોઃ New ministers took charge: નવા બનેલા મંત્રીઓએ એકાએક ચાર્જ સંભાળ્યો- વાંચો વિગત

આ પુસ્તક નીરવ મોદીના વ્યવસાયથી શરૂ થઇને પતન સુધીના વિસ્તૃત વર્ણન કરે છે. ભારતમાં હર્ષદ મહેતા પછી નીરવ મોદીનો બીજો આ મોટો ઘોટાળો છે. જેમાં એક જાણીતી બેન્કના ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની ગેરકાયદેસર લેણદેણ થઇ છે. જોકે આ વેબસીરીઝ(Web series on Nirav Modi’s scam)માં ક્યા કલાકારો કામ કરવાના છે તેના વિશે હજી કોઇ માહિતી મળી નથી. 

Whatsapp Join Banner Guj