sachin tendulkar

Sachin Tendulkar filed a complaint: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે મુંબઈ સાઈબર સેલમાં નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો

Sachin Tendulkar filed a complaint: સચિન તેંડુલકરે ઈન્ટરનેટ પર ચાલતી નકલી જાહેરાતોમાં તેના નામ, ફોટો અને અવાજના ઉપયોગ અંગે કેસ દાખલ કર્યો

ખેલ જગત, 13 મેઃ Sachin Tendulkar filed a complaint: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલમાં કેસ દાખલ કર્યો છે. હકીકતમાં, સચિન તેંડુલકરે ઈન્ટરનેટ પર ચાલતી નકલી જાહેરાતોમાં તેના નામ, ફોટો અને અવાજના ઉપયોગ અંગે કેસ દાખલ કર્યો છે. પોતાની ફરિયાદમાં તેણે આરોપ લગાવ્યો છે કે તેના નામ, તસવીર અને અવાજનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

એટલું જ નહીં, આ નકલી જાહેરાતોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સચિન તેંડુલકરની પ્રોડક્ટ ખરીદવા પર તમને તેની સહી કરેલી ટી-શર્ટ મળશે. સચિન તેંડુલકરની ફરિયાદ બાદ મુંબઈ પોલીસના સાયબર સેલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ કંપનીએ તેંડુલકરના ફોટાનો કર્યો ઉપયોગ

મળતી માહિતી મુજબ, તેંડુલકરના અંગત સહાયકે કેસ નોંધ્યો છે. ફરિયાદ મુજબ 5 મેના રોજ ફેસબુક પર એક ઓઈલ કંપનીની જાહેરાત જોઈ, જેમાં ઓઈલ કંપનીએ તેંડુલકરના ફોટાનો ઉપયોગ કર્યો હતો અને નીચે લખેલું હતું કે આ પ્રોડક્ટની ભલામણ સચિન તેંડુલકરે પોતે કરી છે. તેંડુલકરના અંગત સહાયકની ફરિયાદ અનુસાર, આવી જ જાહેરાતો ઈન્સ્ટાગ્રામ પર પણ જોવા મળી છે.

અનેક કલમોમાં કેસ નોંધાયો

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ફરિયાદના આધારે સચિન તેંડુલકર આવી કોઈ પ્રોડક્ટને સમર્થન આપતો નથી. આ જાહેરાતમાં સચિન તેંડુલકરના અવાજનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, સાથે જ તેની તસવીરોનો પણ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદ મળ્યા બાદ, ક્રાઈમ બ્રાન્ચે આ મામલે આઈપીસીની વિવિધ કલમો 420, 465 અને 500 હેઠળ છેતરપિંડી અને બનાવટી અને આઈટી એક્ટની સંબંધિત કલમો સહિત કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો… Drugs seized from Gujarat sea: ભારતીય નૌસેનાને મળી મોટી સફળતા, ગુજરાતના દરિયામાંથી આટલા કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો