Womens team wins gold in lawn Bowl

Women’s team wins gold in lawn Bowl: લોન બાઉલ્સમાં ભારતે ઈતિહાસ સર્જયો, મહિલા ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

Women’s team wins gold in lawn Bowl: ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલ CWG 2022માં આજે ભારતની લોન બાઉલ્સ ટીમે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું

સ્પોર્ટ્સ ડેસ્ક, 02 ઓગષ્ટઃ Women’s team wins gold in lawn Bowl: કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માત્ર હોકી અને વેઈટ લિફ્ટિંગમાં જ નહિ અનેક મોરચે હવે સારૂં પ્રદર્શન કરી રહ્યું છે. અંગ્રેજોની રમત ગણાતી લોન બાઉલ્સમાં ભારતે આજે ઈતિહાસ લખ્યો છે.

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલ CWG 2022માં આજે ભારતની લોન બાઉલ્સ ટીમે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આજે રમાયેલ લોન બાઉલ્સ CWG 2022ની ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને  આ ટૂર્નામેન્ટમાં ચોથો ગોલ્ડ જીત્યો છે.

વુમેન્સ ફોરની સેમિફાઈનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝિલેન્ડને 16-13થી હરાવ્યું છે. ભારત માટે લવલી ચોબે, પિન્કી, નયનમોની અને રુપા રાનીએ આ મુકાબલામાં રમી રહી હતી. આ ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ભારતને જીત અપાવી હતી. આજે 2જી ઓગષ્ટે ભારતની ટીમ ફાઈનલ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.

આ પણ વાંચોઃ 5 Town planning schemes:અમદાવાદ-ગાંધીનગર- ભાવનગરમાં પ્રીલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ અને રાજકોટ તેમજ જામનગરમાં ડ્રાફટ ટી.પી સ્કીમ મંજૂર થઇ

ફાઇનલમાં મહિલા ફોર્સની ટીમ જેમાં લવલી ચૌબે (મુખ્ય), પિંકી (દ્વિતીય), નયનમોની સૈકિયા (ત્રીજા) અને રૂપા રાની તિર્કી (સ્કિપ)નો સમાવેશ થાય છે તેમણે આફ્રિકાને 17-10થી હરાવીને ચોથો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. 

Advertisement

આ ગોલ્ડ એટલા માટે મહત્વનો છે, કારણકે આ ગેમમાં ભારતનો આ પ્રથમ મેડલ છે.આ સિવાય હજી ભારત પાસે આજે વધુ મેડલની આશા પણ છે અને ચાલી રહેલ ટેબલ ટેનિસમાં ભારતના નામે વધુ એક ગોલ્ડ મેડલ લખાઈ શકે છે.

આ પણ વાંચોઃ GST On Garba Pass: હવે ગરબા રમવા જવુ પડશે મોંઘુ, સરકારે ગરબાના પાસ પર લગાવ્યો 18 ટકા GST-વાંચો વિગત

Gujarati banner 01


Advertisement