CM Bhupendra patel

5 Town planning schemes:અમદાવાદ-ગાંધીનગર- ભાવનગરમાં પ્રીલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ અને રાજકોટ તેમજ જામનગરમાં ડ્રાફટ ટી.પી સ્કીમ મંજૂર થઇ

5 Town planning schemes: પાંચ મહાનગરોની આ ટી.પી સ્કિમ્સમાં કુલ ર૩૧૦૦ EWS આવાસો બની શકશે

ગાંધીનગર, 02 ઓગષ્ટઃ 5 Town planning schemes: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક કદમ ભરીને પાંચ મહાનગરોની પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોના સુઆયોજિત વિકાસથી ઇઝ ઓફ લિવીંગ વધારવાની નેમ સાથે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરની એક-એક મળીને કુલ ૩ પ્રીલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. તેમણે આ ઉપરાંત રાજકોટ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧-૧ એમ કુલ બે ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કીમની પણ મંજૂરી આપી છે.

ભૂપેન્દ્ર પટેલે જે ત્રણ પ્રીલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમને અનૂમતિ આપી છે તેમાં અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની સ્કીમ નં ૧ર૮ ગેરતપૂર, ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રીલીમીનરી ટી.પી સ્કીમ નં. ૧પ કોલવડા તથા ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની પ્રીલીમીનરી ટી.પી સ્કીમ નં.૪ વરતેજનો સમાવેશ થાય છે


આ ત્રણેય પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં બાગ-બગીચા, ખુલ્લી જગ્યા તથા રમત-ગમતના મેદાન તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન સહિત કુલ ૩૮.૦૧ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. એટલું જ નહિ, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રીલીમીનરી ટી.પી સ્કીમ ૧ર૮ ગેરતપૂરમાં ૧ર૦૦ EWS આવાસો, ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રીલીમીનરી ટી.પી. ૧પ કોલવડામાં ૧પ૦૦ EWS આવાસો તથા ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની પ્રીલીમીનરી ટી.પી સ્કીમ ૪ વરતેજમાં પાંચ હજાર EWS આવાસોનું નિર્માણ થઇ શકશે

આ પણ વાંચોઃ GST On Garba Pass: હવે ગરબા રમવા જવુ પડશે મોંઘુ, સરકારે ગરબાના પાસ પર લગાવ્યો 18 ટકા GST-વાંચો વિગત

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફટ ટી.પી સ્કીમ નં.ર૩ જામનગરમાં ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે ૪.૬૬ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૩.૯૬ હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે ૧ર.૧૪ હેક્ટર્સ મળી કુલ ર૬.૭૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ ટી.પી માં સામાજીક આર્થિક રીતે નબળા વર્ગોના લોકો EWS માટે આશરે પ૪૦૦ આવાસો બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ મંજૂર કરેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફટ ટી.પી સ્કીમ નં-૩૩ રૈયા માં ૧૦ હજાર EWS આવાસો બનાવવા માટે ૧૧.ર૬ હેક્ટર્સ સહિત ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે, જાહેર સુવિધા માટે અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે મળીને કુલ ૩૯.૪૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે


આમ, મુખ્યમંત્રીએ મંજૂર કરેલી પાંચ ટી.પી સ્કીમમાં સમગ્રતયા કુલ મળીને ર૩,૧૦૦ EWS આવાસો માટે અને અન્ય વિવિધ હેતુઓ માટે કુલ ૧૦૪.ર૮ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે.

આ પણ વાંચોઃ Tirnga will be found in the post office: કાપડમાંથી બનેલો તિરંગો પોસ્ટ ઓફિસમાં માત્ર 25 રૂપિયામાં મળશે- વાંચો વિગત

Gujarati banner 01