Bus accident in nepal

Bus accident in nepal: નેપાળમાં નદીમાં મુસાફરો ભરેલી બસ ખાબકી, 28 લોકોના મોત

Bus accident in nepal: પોલીસે જણાવ્યું હતું કે નેપાળગંજથી મુગુ જિલ્લાના મુખ્ય મથક ગમગાધી તરફ આવી રહેલી બસ પિના ઝાયરી નદીમાં પડી હતી

નવી દિલ્હી, 13 ઓક્ટોબરઃBus accident in nepal: નેપાળના મુગુ જિલ્લામાં મંગળવારે એક બસ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા થે અને 16 અન્ય ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે નેપાળગંજથી મુગુ જિલ્લાના મુખ્ય મથક ગમગાધી તરફ આવી રહેલી બસ પિના ઝાયરી નદીમાં પડી હતી

બસમાં મોટાભાગના મુસાફરો દુર્ગા પૂજા નિમિત્તે અલગ અલગ જગ્યાએથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. સુરખેતથી નેપાળના આર્મી હેલિકોપ્ટર બચાવ કાર્ય માટે રવાના થઈ ગયા છે. મુગુ કાઠમંડુથી 650 કિમી ઉત્તર-પશ્ચિમ સ્થિત રારા તળાવ માટે પ્રખ્યાત છે

મુગુના મુખ્ય જિલ્લા અધિકારી રોમ બહાદુર મહતએ જણાવ્યું હતું કે કરનાલી પ્રાંતના મુગુ જિલ્લાના પિના ગામમાં અકસ્માતમાં 24 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઉપરાંત અન્ય ચાર લોકોનું હોસ્પિટલ જતા રસ્તામાં મૃત્યુ થયું હતું. મહતે સ્થળ પરથી જણાવ્યું હતું કે દુર્ઘટના બની ત્યારે બસ સ્ટાફ સહિત 42 લોકો બસમાં સવાર હતા

આ પણ વાંચોઃ Durga Ashtami 2021: 13 કે 14 ઓક્ટોબર ક્યારે રખાશે દુર્ગા અષ્ટમી વ્રત જાણો સાચી તારીખ અને પૂજાના શુભ મૂહૂર્ત

ઇજાગ્રસ્તોમાંથી 14ને હેલિકોપ્ટર અને નિયમિત ફ્લાઇટ દ્વારા નેપાળગંજ મોકલવામાં આવ્યા છે. મોટાભાગના મૃતકો વિદ્યાર્થીઓ અને પ્રવાસી શ્રમિકો છે જે નેપાળના સૌથી મોટા તહેવાર દશાઈન માટે ભારતથી પરત ફરી રહ્યા છે. આ બસ પ્રાંતની રાજધાની સુરખેતથી મુગુના ગમગઢી તરફ જઈ રહી હતી

મહતે જણાવ્યું કે સાક્ષીઓના આધારે અમારી પ્રથામિક તપાસમાં જાણવા મળ્યું કે ગમગઢી જતા રસ્તાના ખરબચડા રસ્તા પર ટાયર ફાટ્યા પછી બસે સંતુલન ગુમાવી દીધું. જેના કારણે ઘણી ઉંચાઈ ખાઈમાં નદીમાં પડી ગઈ. ગંડકી પ્રાંતના કાસ્કી જિલ્લાના ઉંદરુક ખાતે સોમવારે જીપ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા

Whatsapp Join Banner Guj