China increases troop deployment in POK

China increases troop deployment in POK: ચીને પીઓકેમાં સૈન્યની તૈનાતી વધારી, પાક. સૈન્યને તાલિમ આપવાનું શરૂ કર્યું-વાંચો વિગત

China increases troop deployment in POK: ઘૂસણખોરીની શંકા, ચીની નાગરિકોને ઈ-વિઝા નહીં : ભારત

જમ્મુ, 12 નવેમ્બર : China increases troop deployment in POK: ભારતને સતત દબાણ હેઠળ રાખવાની વ્યૂહરચનાના ભાગરૂપે ચીને હવે પીઓકેમાં સૈન્ય તૈનાત કર્યું છે. એટલું જ નહીં કાશ્મીરમાં ખતમ થઈ રહેલા આતંકવાદને ફરીથી બેઠો કરવા માટે તેણે પાકિસ્તાની સૈન્ય સાથે હાથ મિલાવ્યા છે. વધુમાં ચીને નજીકના સમયમાં ગલવાન ઘાટી જેવા ‘નાના સંઘર્ષ’ની આશંકાએ શિયાળો શરૂ થવાની સાથે જ લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધીની એલએસી પર નિયુક્ત તેના સૈનિકો માટે ચીને સુવિધાઓ વધારવાનું શરૂ કરી દીધું છે તેમ ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું.

ભારતને સતત દબાણ હેઠળ રાખવાની વ્યૂહરચનાના ભાગરૂપે ચીને હવે પીઓકેમાં પાકિસ્તાની સૈન્યને તાલિમ આપવાનું શરૂ કર્યું છે. ચીની સૈન્યના વરિષ્ઠ અધિકારીઓની બે ટૂકડીએ છેલ્લા ત્રણ મહિના દરમિયાન પીઓકેમાં અંકુશ રેખા પર સ્થિત પાકિસ્તાની સૈન્યની ફ્રન્ટ પોસ્ટની મુલાકાત લીધી. આ સિવાય તેઓ અનેક જૂના આતંકી કમાન્ડરો અને આતંકી ગાઈડોને પણ મળ્યા હતા. આ પ્રવાસ પછી પાકિસ્તાની સૈન્યે આતંકીઓના કેટલાક લોન્ચિંગ પેડ્સ અને આતંકી કેમ્પોની ફ્રન્ટ અને નાગરિક વસતીઓને નજીકની અન્ય કોઈ જગ્યાએ ખસેડી છે. 

ચીનની આ ગતિવિધિઓના પગલે ગુપ્તચર એજન્સીઓને આ શિયાળામાં હિમપ્રપાત છતાં અંકુશ રેખા પર આતંકીઓની ઘસૂણખોરીના પ્રયાસો પહેલાં કરતાં વધવાની આશંકા છે. પૂર્વીય લદ્દાખમાં તણાવપૂર્ણ સ્થિતિ પછી ચીની સૈન્યે ભારત પર દબાણ વધારવા માટે પીઓકેમાં સતત તેની ગતિવિધિઓ વધારી છે. પાકિસ્તાની સૈન્યને તેણે આવશ્ય શસ્ત્ર-સરંજામ પૂરો પાડવાનું પણ શરૂ કર્યું છે. વધુમાં પાકિસ્તાની સૈન્યના અધિકારીઓ અને જવાનો ચીની સૈન્ય સાથે સંયુક્ત ટ્રેઈનિંગ કરી રહ્યા છે. આ ટ્રેઈનિંગ સંયુક્ત યુદ્ધાભ્યાસ કરતાં એકદમ અલગ છે.

આ પણ વાંચોઃ Mumbai Scrap Market Fire: મુંબઇ ખાતે ભંગારનાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગ ઘટના સ્થળે પહોચ્યું

સૂત્રોએ જણાવ્યું કે, પીઓકે(China increases troop deployment in POK)માં ચીની સૈન્યની ગતિવિધિઓ લગભગ આઠ વર્ષથી જોવા મળી રહી છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં તેમાં વધારો થયો છે. વધુમાં ચીને પીઓકેના લાસદન્ના ઢોક અને બદેલ બાગ વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યને જમીનથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતાવાળી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સ્થાપિત કરવામાં પણ મદદ કરી છે. પાકિસ્તાને પણ તેનું સ્કાર્દૂ એરબેઝ ચીનની એરફોર્સ માટે ખોલી નાંખ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે, ચીની સૈન્યના અધિકારીએ જમ્મુ કાશ્મીરના સરહદીય વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિઓને સમજવાનો પ્રયાસ કરતા સરહદીય વિસ્તારોમાં વસતી અને ઘૂસણખોરીના રસ્તા સિવાય સૈન્ય ઈન્સ્ટોલેશનની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે, જે ભારત માટે ચિંતાજનક બાબત છે.

ચીને પીઓકેમાં તેની હાજરી મજબૂત કરવાની સાથે લદ્દાખથી અરૂણાચલ પ્રદેશની સરહદે એલએસી પર તેની સ્થિતિ મજબૂત કરવા પર પણ ધ્યાન આપ્યું છે. શિયાળો શરૂ થઈ રહ્યો હોવાથી ચીને ગયા વર્ષે ગલવાન ઘાટી જેવા ‘નાના સંઘર્ષ’ની આશંકાએ એલએસી પર તૈનાત તેના સૈનિકોની સુવિધાઓ વધારવાનું શરૂ કર્યું છે. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું કે, શિયાળામાં મોટી અથડામણ થવાની શક્યતા નહિવત છે, પરંતુ સમયે સમયે નાની અથડામણો થઈ શકે છે. તેથી ચીની સૈન્યે તેના માટે તૈયારીના ભાગરૂપે સૈનિકોને જરૂરી સામાન પૂરો પાડવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચોઃ RBI Retail Direct Scheme: આજે લૉંચ થશે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ, જાણો તેનાથી રિટેલ રોકાણકારોને શું ફાયદો થશે

પીએલએ ડેઈલીના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, શિયાળામાં સૈનિકો ઠંડા વાતાવરણનો સામનો કરી શકે તે માટે નવા પ્રકારની ટેક્ટિકલ વેસ્ટ (વિશિષ્ટ કપડાં) અપાઈ છે. આ વેસ્ટની મદદથી સૈનિકો હાડ થિજાવતી ઠંડીમાં પણ ગરમી અનુભવશે. વધુમાં ફ્રન્ટલાઈન સૈનિકોને પોર્ટેબલ ઓક્સીજનરેટર્સ, ઓક્સીજન ચેમ્બર્સ અને વ્યક્તિગત ઓક્સિજન સપ્લાય ડિવાઈસ પણ પૂરી પાડવામાં આવી છે.

સરહદ પર આક્રમક વલણ અપનાવી રહેલા ચીનને ભારતે તેની જ ભાષામાં જવાબ આપવાનું શરૂ કર્યું છે. ભારતે સોમવારથી ફરીથી ૧૫૨ દેશો માટે ઈ-વીઝા સુવિધા શરૂ કરી દીધી છે, પરંતુ આ વખતે ચીન, હોંગકોંગ અને મકાઉને આ દેશોની યાદીમાંથી બહાર રાખ્યા છે. જ્યારે તાઈવાન, વિયેતનામ, સિંગાપોર અને અમેરિકા સહિત ૧૫૨ દેશોના નાગરિકોને ભારતમાં ઈ-વિઝાની સુવિધા પૂરી પાડશે. ચીન ઉપરાંત ભારતે કેનેડા, બ્રિટન, ઈરાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સાઉદી અરબને પણ પરસ્પર સહયોગ ન મળવાના કારણે આ યાદીમાંથી બહાર રાખ્યા છે. અગાઉ ચીન સહિત ૧૭૧ દેશો માટે ઈ-વિઝાની સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ કોરોના મહામારીના કારણએ માર્ચ ૨૦૨૦માં જાહેર થયેલા પ્રવાસ પ્રતિબંધો પછી બધા જ પ્રકારના ઈ-વિઝા પણ અટકાવી દેવાયા હતા.

Whatsapp Join Banner Guj