Manish doshi

Manish doshi: વર્ષ 2021-22 માં સ્કૂલ ફીમાં 25 ટકા રાહત માટે સ્પષ્ટ જાહેરાત માટે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારને લખ્યો પરિપત્ર

Manish doshi:શિક્ષણમંત્રીશ્રી વારંવાર માધ્યમો સમક્ષ ૨૫ ટકા શાળા ફીમાં રાહત આપવાની જાહેરાત કરી ચૂક્યા છે પણ, આજદિન સુધી સરકાર તરફથી આ અંગે પરિપત્ર જાહેર થયો નથી- મનીષ દોશી

ગાંધીનગર, 12 નવેમ્બરઃManish doshi: કોરોના વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ વ્યવસ્થા પર અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. ૧૪ મહિના કરતા વધુ સમયથી શૈક્ષણીક સંસ્થાઓનું કાર્ય સંપૂર્ણપણે બંધ હતું. શાળા સંકુલોમાં ધો.૧ થી ૫ના વર્ગોનો આજે પણ હજી શરૂ થયા નથી. શૈક્ષણીક સંકુલો / શાળાના સંચાલકોને વીજળી ખર્ચ, વહીવટી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, લેબોરેટરી ખર્ચ, સહિતના કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ થયા નથી. સાથોસાથ વર્ષ ૨૦૨૧-૨૨નું શૈક્ષણીક સત્ર હજી યથાવત શરૂ થયું નથી ત્યારે, સામાન્ય – મધ્યમવર્ગના વાલીઓ પાસેથી સમગ્ર વર્ષની ફી વસૂલવાનો નિર્ણય કેટલે અંશે વ્યાજબી ?

રાજ્યના તત્કાલીન શિક્ષણમંત્રીશ્રી વારંવાર માધ્યમો સમક્ષ ૨૫ ટકા શાળા ફીમાં રાહત આપવાની જાહેરાત કરી ચૂક્યા છે પણ, આજદિન સુધી સરકાર તરફથી આ અંગે પરિપત્ર જાહેર થયો નથી અને પરિણામે શાળા સંચાલકો પૂરેપુરી ફી વસૂલવા માટે વાલીઓ પર દબાણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર તરફથી ૨૫ ટકા ફીમાં રાહત અંગે પરિપત્રના અભાવે વાલીઓ અને સંચાલકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે, શૈક્ષણીક વાતાવરણ પર અસર થઈ રહી છે અને ખાસ કરીને જે તે શાળામાં અભ્યાસ કરતા બાળકોની માનસિક સ્થિતિ પર ગંભિર અસર પડી રહી છે. ફીમાં ૨૫ ટકા રાહત તો એક બાજુ પણ મોટા ભાગની શાળાઓએ એડહોક ફી ના નામે વર્ષ ૨૦૨૧-૨૨માં ઉંચી ફી વાલીઓ પાસે ઉઘરાવવાનું શરૂ કર્યું છે. હજુ સુધી ફી નિયમન સમિતિએ ફીના નવા ધોરણો જાહેર કર્યા નથી તે પણ ચિંતાનો વિષય છે.
મંદી – મોંઘવારી – મહામારીમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા આપણા ગુજરાતના ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને રાહત મળે, ૨૫ ટકાની મૌખિક જાહેરાત હકીકત લક્ષી પરિપત્ર – સરકારી આદેશ પ્રસિદ્ધ થાય તે માટે આપશ્રી તાત્કાલીક પગલા ભરશો તેવી અપેક્ષા સહ.

(ડૉ. મનિષ એમ. દોશી)
મુખ્ય પ્રવક્તા

નકલ રવાના
(૧) માન. જીતુભાઈ વાઘાણી, શિક્ષણમંત્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
(૩) માન. પરેશભાઈ ધાનાણી, માન. નેતા, વિધાનસભા કોંગ્રેસપક્ષ, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.

આ પણ વાંચોઃ China increases troop deployment in POK: ચીને પીઓકેમાં સૈન્યની તૈનાતી વધારી, પાક. સૈન્યને તાલિમ આપવાનું શરૂ કર્યું-વાંચો વિગત

Whatsapp Join Banner Guj