led anti hijab protest Hadith Najafi killed

led anti-hijab protest Hadith Najafi killed: ઇરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી યુવતીની હત્યા- વાંચો વિગત

led anti-hijab protest Hadith Najafi killed: આંદોલન વધુ ઉગ્ર બન્યુ અત્યાર સુધીમાં ચાર મહિલાઓ સહિત 50 લોકોનાં મોત થયાં

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બરઃled anti-hijab protest Hadith Najafi killed: ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી 20 વર્ષીય હદીસ નજફીનું પોલીસ ગોળીબારમાં મોત થયું હોવાના અહેવાલ છે. તેમના મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મળતી માહિતી મુજબ, હદીસ તેહરાનથી દૂર સ્થિત કરજ શહેરમાં અનેક મહિલાઓ સાથે વિરોધ કરી રહી હતી. આ દરમિયાન પોલીસે તેને 6 ગોળી વાગી હતી.

ઉલ્લેખનીય છે કે મહસા અમીની 16 સપ્ટેમ્બરે ઈરાનમાં પોલીસ કસ્ટડીમાં મારી ગઈ હતી. આ પછી દેશમાં હિજાબ અને કડક પ્રતિબંધો સામે વિરોધ શરૂ થયો. જેમાં અત્યાર સુધીમાં ચાર મહિલાઓ સહિત 50 લોકોનાં મોત થયાં છે.

આ પણ વાંચોઃ S.Jaishankar spoke on terrorism in the UN: એસ જયશંકરે UNGAમાં સંબોધન, કહ્યું-ભારત કોઈપણ સ્વરૂપમાં આતંકવાદને સહન કરશે નહીં

Advertisement

ઈરાનની કટ્ટરપંથી સરકારે થોડા દિવસો પહેલાં ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. તેથી ત્યાંથી બહુ ઓછી માહિતી બહાર આવી રહી છે. પોલીસ કસ્ટડીમાં મહેસાના મૃત્યુ પછી જે મહિલાઓ કે યુવતીઓએ વિરોધ પ્રદર્શનની જવાબદારી સંભાળી તેમાં નજફી સૌથી આગળ હતી અને તેથી જ તે ઈબ્રાહિમ રાયસી સરકારની આંખમાં ખૂંચતી હતી. 20 વર્ષીય વિદ્યાર્થિની નજફીએ પોલીસની સામે પણ હિજાબ પહેર્યો ન હતો અને તેની સામે તેના વાળ પણ ખોલી નાંખ્યા હતા. કરજમાં આવા જ એક વિરોધ દરમિયાન પોલીસે નજફી પર છ ગોળીઓ ચલાવી હતી.

આ પણ વાંચોઃ IND VS AUS t-20 series: ભારતે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે જીત મેળવી, આ જીતમાં સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીનો મોટો ફાળો

Advertisement
Gujarati banner 01