IND VS AUS t 20 series

IND VS AUS t-20 series: ભારતે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે જીત મેળવી, આ જીતમાં સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીનો મોટો ફાળો

IND VS AUS t-20 series: આ જીત સાથે જ ભારતે 3 મેચની સિરીઝમાં 2-1થી જીતી લીધી

સ્પોર્ટ્સ ડેસ્ક, 26 સપ્ટેમ્બરઃ IND VS AUS t-20 series: હૈદરાબાદમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતુ. આ સાથે જ ભારતે 3 મેચની સિરીઝમાં 2-1થી જીતી લીધી હતી. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ ભારતની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

આ પણ વાંચોઃ Shardiya navratri 2022: 6 રાજયોગમાં નવારાત્રિની શરૂઆત, આ વર્ષે અખંડ નવરાત્રિ- એક પણ નોરતું ઓછું નથી

સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા હતા. અને વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન માર્યા હતા. હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 25 કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ડેનિયલ સેમ્સે 2 વિકેટ લીધી હતી. જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને 1-1 વિકેટ મળી હતી.

ત્રીજી T20 મેચમાં પ્લેયર ઑફ ધ મેચ સૂર્યકુમાર યાદવને બનાવવામાં આવ્યો હતો. તેણે શાનદાર 36 બોલમાં 69 રન ફટકાર્યા હતા. તો પ્લેયર ઑફ ધ સિરીઝ આખી સિરીઝમાં ધારદાર બોલિંગ કરનાર અક્ષર પટેલને બનાવવામાં આવ્યો હતો. અક્ષર પટેલે 3 મેચમાં કુલ 8 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ Summary of development works at Ambaji: ભુપેન્દ્ર પટેલ અંબા માતાના દર્શને, અંબાજી ખાતે વિવિધ વિકાસકાર્યોના થશે ખાતમુહૂર્ત

Gujarati banner 01