Rohingya refugee camp

Rohingya refugee camp: બાંગ્લાદેશમાં દુનિયાનો સૌથી મોટો રોહિંગ્યા રિફ્યૂજી કેમ્પમાં અંધાધૂંધ ફાયરીંગ, 7 ના મોત નીપજ્યા- વાંચો વિગત

Rohingya refugee camp: ફાયરીંગમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થઈ.

ઢાકા, 22 ઓક્ટોબરઃ Rohingya refugee camp: બાંગ્લાદેશના રોહિંગ્યામાં શુક્રવારે ફાયરીંગ થયુ. જેમાં 7 લોકોને મોત નીપજ્યાની જાણકારી છે. બાંગ્લાદેશ પોલીસના હવાલાથી આ જાણકારી આપવામાં આવી છે.

આ હુમલો રોહિંગ્યા રિફ્યૂજી કેમ્પમાં સ્થિત મદરેસામાં થયુ. અહીં અજ્ઞાત હુમલાખોરોને ફાયરીંગ કરી. ફાયરીંગમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થઈ.

બાંગ્લાદેશના કૉક્સ બજારમાં દુનિયાનો સૌથી મોટો રોહિંગ્યા રિફ્યૂજી કેમ્પ છે. અહીં લગભગ 10 લાખ રોહિંગ્યા રહે છે. આ રોહિંગ્યા 2017માં મ્યાનમારથી ભાગીને આવ્યા હતા. 2017માં બૌદ્ધ બહુસંખ્યક દેશ મ્યાનમારમાં ત્યાંની સેનાએ રોહિંગ્યા વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. તે બાદ રોહિંગ્યા મુસલમાન ત્યાંથી ભાગી ગયા. જેમાંથી મોટાભાગના બાંગ્લાદેશમાં રિફ્યૂજી કેમ્પમાં રહી રહ્યા છે.

આ પણ વાંચોઃ whtsapp chat: આર્યન અનન્યાને ચેટ થઇ લિક, જેમાં આર્યન પૂછ્યુ કે ગાંજો મળશે? અનન્યાએ કહ્યુ કે હું એરન્જ કરી દઈશ

Whatsapp Join Banner Guj