aryan khan ananya

Viral whtsapp chat: આર્યન અનન્યાને ચેટ થઇ લિક, જેમાં આર્યન પૂછ્યુ કે ગાંજો મળશે? અનન્યાએ કહ્યુ કે હું એરન્જ કરી દઈશ

Viral whtsapp chat: NCBના સવાલોના જવાબમાં અનન્યાએ કહ્યુ હતુ કે, હું આર્યન સાથે જે વાતચીત કરી રહી હતી તે સિગારેટને લઈને હતી

બોલિવુડ ડેસ્ક, 22 ઓક્ટોબરઃ Viral whtsapp chat: બોલીવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં હવે વધુ એક સ્ટાર કિડ અને એક્ટ્રેસ અનન્યા પાંડેનુ નામ ઉછળ્યુ છે. એક્ટર ચંકી પાંડેની પુત્રી અનન્યાને એનસીબી દ્વારા ગઈકાલે અને હવે આજે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. સૂત્રોનુ કહેવુ છે કે, 21 ઓક્ટોબરે એટલે કે ગઈકાલે જે પૂછપરછ કરવામાં આવી હતી તેમાં કેટલાક મહત્વના પૂરાવા મળ્યા છે.

આર્યન અને અનન્યા વચ્ચેની સૌથી મોટી લિન્ક બંને વચ્ચેની વોટએપ ચેટ(Viral whtsapp chat) છે. એક ન્યૂઝ ચેનલના દાવા પ્રમાણે આ ચેટમાં આર્યન અને અનન્યા ગાંજા માટે વાતચીત કરી રહ્યા છે. આર્યન પૂછે છે કે, ગાંજાનો જુગાડ થઈ શકે તેમ છે ત્યારે અનન્યા જવાબ આપે છે કે, હું એરેન્જ કરી દઈશ.

આ પણ વાંચોઃ Terror Alert: દિવાળી પહેલાં અમદાવાદમાં આતંકવાદી હુમલાનું એલર્ટ, મોલ-માર્કેટ સિનેમા હોલ ટાર્ગેટ પર- વાંચો વિગત

એનસીબીએ અનન્યાને આ ચેટ બતાવી હતી અને તેના જવાબમાં અનન્યાએ કહ્યુ હતુ કે, હું તો માત્ર મજાક કરી રહી હતી. જો કે સતત સવાલોના જવાબમાં અનન્યાએ કહ્યુ હતુ કે, હું આર્યન સાથે જે વાતચીત કરી રહી હતી તે સિગારેટને લઈને હતી. ડ્રગ્સને લઈને અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

જ્યારે અનન્યાને પૂછવામાં આવ્યુ હતુ કે, શું તે ડ્રગ્સ લીધુ છે ત્યારે તેણે સાફ ઈનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, અનન્યા પિતા ચંકી પાંડે સાથે ગઈકાલે એનસીબી ઓફિસ પર પહોંચી હતી. તે બહુ નર્વસ હતી અને ચંકી પાંડેને વળગીને રડી પડી હતી. એ પછી એનસીબીના અધિકારીએ તેની સાથે સવાલ જવાબ કર્યા હતા.

એનસીબીએ તેનો ફોન પણ જપ્ત કરી દીધો છે. એનસીબીની પૂછપરછના કારણે અનન્યાનુ શૂટિંગ પણ રોકાઈ ગયુ છે. અનન્યા પાંડે અને આર્યન ખાન સારા દોસ્ત છે. શાહરૂખની પુત્રી પણ અનન્યાની ફ્રેન્ડ છે.

Whatsapp Join Banner Guj