Zoya Nasir

પાકિસ્તાનની આ અભિનેત્રી ઝોયા(Zoya nasir)એ પોતાના બૉયફ્રેન્ડ સાથે લગ્ન આ કારણે કર્યા રદ, રાષ્ટ્ર અને ધર્મ વિશે કહી આ વાત- જાણો વિગત

મુંબઇ, 28 મેઃ પાકિસ્તાની અભિનેત્રી ઝોયા નાસિરે(Zoya nasir) તેના બૉયફ્રેન્ડ ક્રિશ્ચિયન બેટઝમેન સાથે લગ્ન તોડી નાખ્યાં છે. ક્રિશ્ચિયન એક જર્મન બ્લોગર છે, જેણે ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ વિશે વાત કરતી વખતે પાકિસ્તાનની મજાક ઉડાવી હતી. ઝોયાને પોતાના દેશ માટે થયેલી આ ટિપ્પણી પસંદ આવી ન હતી અને એ કારણે તેણે તેના બૉયફ્રેન્ડ ક્રિશ્ચિયન બેટઝમેન સાથે લગ્ન કરવાનો નિર્ણય રદ કર્યો હતો.

Whatsapp Join Banner Guj

ક્રિશ્ચિયને તેના બ્લોગમાં કહ્યું હતું કે “હવે પ્રાર્થનાથી કંઈ થશે નહીં. અન્ય લોકો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવાનું બંધ કરો, તમે લોકો તમારા પોતાના દેશને બરબાદ કરી રહ્યા છો, કારણ કે તમે તમારા પોતાના સમુદાય અને લોકોને મદદ કરી શકતા નથી.” પાકિસ્તાન વિશે ક્રિશ્ચિયન દ્વારા વ્યક્ત કરેલાં મંતવ્યો જોયા પછી, ઝોયા(Zoya nasir)એ તેની સાથે લગ્ન ન કરવાનું નક્કી કર્યું.

ઝોયા(Zoya nasir)એ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ નિર્ણય જાહેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે “ક્રિશ્ચિયને અચાનક મારા દેશ પ્રત્યેનું પોતાનું વલણ બદલી નાખ્યું છે. તે મારા ધર્મ પ્રત્યે સંવેદનશીલ નથી, એથી હું આ નિર્ણય લઈ રહી છું. ધર્મ અને સમાજ વચ્ચે સીમાઓ છે, જેને ઓળંગી શકાતી નથી, એથી હું ક્રિશ્ચિયનથી અલગ થઈ રહી છું.”

ADVT Dental Titanium

ક્રિશ્ચિયને આના જવાબમાં લખ્યું કે તે ધર્મ અથવા બીજા કોઈની પ્રાર્થનાનો ઉપહાસ નથી કરતો. ઇસ્લામ શાંતિનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની નાગરિકોની પોસ્ટ્સ જોયા પછી મને ફક્ત હિંસા અને દ્વેષ દેખાય છે. તેણે ઉમેર્યું હતું કે તેણે ક્યારેય ઇઝરાયલનું સમર્થન કર્યું નથી, ક્રિશ્ચિયને ઝોયા(Zoya nasir) માટે વધુ સારા જીવનની પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો….

રોકાણકારો ખાસ વાંચોઃ શૅરબજારની તેજી ખોટી તેજી છે, રિઝર્વ બૅન્કે કરી ચોખવટ- વાંચો શું કહેવુ છે RBIનું…!