CNG Bike: આ કંપની લાવી રહી છે દેશની પહેલી CNG બાઈક, જાણો કેવી રીતે કરશે કામ?
CNG Bike : બજાજ ટૂંક સમયમાં દેશની પ્રથમ CNG સંચાલિત બાઇક લોન્ચ કરવા જઈ રહી છે.
ઓટો ડેસ્ક, 12 માર્ચઃ CNG Bike : અત્યારના સમયમાં CNGની કિંમત પેટ્રોલ કરતા ઓછી છે. તેથી લોકો પૈસા બચાવે છે. CNG વાહનો તરફ લોકોના વધતા રસને જોતા હવે CNG પર ચાલતી બાઈક પણ બજારમાં આવવા જઈ રહી છે. બજાજ ટૂંક સમયમાં દેશની પ્રથમ CNG સંચાલિત બાઇક લોન્ચ કરવા જઈ રહી છે. પહેલા આ બાઇકને 2025માં લોન્ચ કરવાની વાત હતી, પરંતુ હવે કંપની તેને જલ્દી જ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. એવી પણ માહિતી સામે આવી છેકે, આ બાઈકનો લૂક મોટેભાગે હાલ પલ્સર બાઈકનો જે લૂક છે બિલકુલ એના જેવો જ રાખવામાં આવશે. એટલેકે, એમ સમજોકે, હવે પ્લસર બાઈક સીએનજીમાં આવી રહી છે. ત્યાર બાદ ડિસ્કવર બાઈક પણ સીએનજી મોડલમાં લોન્ચ થઈ શકે છે. કંપની હાલ આ વેરિયન્ટ પર કામ કરી રહી છે.
🌐 Big Breaking
— PRIIMEE INVESTMENT (@PriimeeI27337) March 6, 2024
Bajaj Auto plans to launch the world’s first CNG bike in the next quarter, revealed the firm’s MD Rajiv Bajaj on Monday. This announcement precedes the previously anticipated 2025 launch. Co has more than 30% market share in India's three-wheeler market. pic.twitter.com/vVbkWOkzBT
સેફ્ટીનું ટેન્શન-
સીએનજી બાઈકમાં સલામતીની ચિંતા થઈ શકે છે કારણ કે હવામાં ગેસ લીક થવાની ઉચ્ચ સંભાવના છે. તેથી, આ માટે બાઇકમાં અલગ સલામતી પગલાં ઉમેરી શકાય છે. એવું પણ બની શકે કે CNG બાઇકમાં પેટ્રોલ ટાંકી સિવાય CNG સ્ટોર કરવા માટે અલગ ગેસ સિલિન્ડર આપવામાં આવે. હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ બાઇક સંપૂર્ણપણે CNG પર ચાલશે કે પેટ્રોલની સાથે CNGનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે.
કેવી રીતે કામ કરશે CNG બાઇક?
CNG બાઇક સામાન્ય મોટરસાઇકલની જેમ કામ કરશે. સામાન્ય મોટરસાઇકલની જેમ, પેટ્રોલ પાઇપ દ્વારા એન્જિનમાં જાય છે અને ઓક્સિજન સાથે બળીને ઊર્જા ઉત્પન્ન કરે છે. આવી જ સિસ્ટમ CNG બાઇકમાં પણ હશે. સીએનજી પાઇપ દ્વારા એન્જિનમાં જશે અને ઓક્સિજનના સંપર્કમાં આવ્યા બાદ બળી જશે, જે એન્જિનને પાવર આપશે.
આ પણ વાંચોઃ Cough Home Remedies: લાંબા સમયથી ઉધરસ ના મટતી હોય તો ટ્રાય કરો આ ઘરેલુ દેસી નુસખા
ઉલ્લેખનીય છે કે, તમે જોયું જ હશે કે CNG વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ કરતાં ઓછી શક્તિ હોય છે. સીએનજી વાહનોના પીકઅપમાં તફાવત છે. તમે CNG બાઈકમાં પણ આ જ વસ્તુ જોઈ શકો છો. CNG બાઈક સામાન્ય પેટ્રોલ બાઈક કરતા ઓછી પાવર જનરેટ કરી શકે છે.