Cough

Cough Home Remedies: લાંબા સમયથી ઉધરસ ના મટતી હોય તો ટ્રાય કરો આ ઘરેલુ દેસી નુસખા

Cough Home Remedies: ઉધરસથી ઝડપથી રાહત મેળવવી હોય તો મધમાં આદુનો રસ મિક્સ કરી પીવાનું રાખો. 

હેલ્થ ડેસ્ક, 12 માર્ચઃ Cough Home Remedies: બદલતા વાતાવરણમાં જે લોકોની ઇમ્યુનિટી વીક હોય છે તેમને શરદી ઉધરસ અને અન્ય વાયરલ બીમારીઓ જલ્દી થઈ જાય છે. શરદી, તાવ જેવી બીમારી તો થોડા દિવસોમાં મટી પણ જાય છે પરંતુ એક વખત જો ઉધરસ થઈ જાય તો તે લાંબો સમય ચાલે છે.

ઘણા લોકો એવા હોય છે જેમને વાઇરલ ઇન્ફેક્શન પછી શરદી અને તાવ તો મટી જાય પરંતુ ઉધરસ મટતા દિવસો થાય. ખાસ કરીને ઉધરસ રાતના સમયે ખૂબ જ સતાવે છે. ઘણા લોકોને તો દવાઓ કર્યા પછી પણ ઉધરસથી ઝડપથી રાહત મળતી નથી. તેવામાં જો છાતીમાં કફ જામી જાય તો સ્થિતિ ગંભીર પણ થઈ શકે છે. ઉધરસ માટે દવા કર્યા પછી પણ ફાયદો થતો ન હોય તો તમે આ દેશી નુસખામાંથી કોઈ એક ટ્રાય કરી શકો છો.

  • મધ એવી ઔષધી છે જે ઉધરસ પર સૌથી વધારે અસર કરે છે. ઉધરસથી ઝડપથી રાહત મેળવવી હોય તો મધમાં આદુનો રસ મિક્સ કરી પીવાનું રાખો. 
  • હળદરનો ઉપયોગ ઉધરસ સહિત અનેક બીમારીમાં દવા તરીકે થાય છે. હળદરનું સેવન કરવાથી ઉધરસ ઝડપથી મટે છે. ઉધરસ થઈ હોય તો તમે ગરમ દૂધમાં અથવા તો પાણીમાં હળદરને ઉકાળીને પી શકો છો. દૂધમાં તમે હળદરની સાથે મરી પાવડર ઉમેરી દેશો તો તે વધારે અસરકારક સાબિત થશે.

આ પણ વાંચોઃ Drugs Seized in Porbandar Sea: પોરબંદરના દરિયામાંથી ફરી રૂ. 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ATSએ બોટ સાથે છ પાકિસ્તાનીની કરી ધરપકડ

  • અનાનસ ઉધરસ માટે દવા જેવું કામ કરી શકે છે. તેમાં બ્રોમેલેન નામનું તત્વ હોય છે જે ઉધરસને મટાડવામાં મદદ કરે છે. ઉધરસ થઈ ગઈ હોય તો દિવસમાં બેથી ત્રણ વખત એક ટુકડો અનાનસનો ખાવો અથવા તો થોડો અનાનસનો રસ દવાની જેમ પીવાનું રાખો. 
  • ઔષધીય ગુણોથી ભરપૂર ફૂદીનો શરદી અને ઉધરસમાં અસરકારક સાબિત થાય છે. તમે ફુદીનાનો ઉપયોગ ચામાં પણ કરી શકો છો અથવા તો પાણીમાં ફુદીનાના પાન ઉકાળીને તેનું સેવન પણ કરી શકો છો. કફ થઈ ગયો હોય તો પાણીમાં ફુદીનાના પાન ઉકાળીને તેનાથી સ્ટીમ લેવાનું રાખો.
  • આદુ ઔષધીય ગુણોનો ખજાનો છે. ઉધરસમાં તો આદુ દવા જેવું કામ કરે છે. આદુનું સેવન કરવાથી છાતીમાં જામેલો કફ છૂટો પડીને નીકળવા લાગે છે. ઉધરસ થઈ હોય ત્યારે આદુની ચા પીવાનું રાખવું જોઈએ.
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો