78th Independence Day celebrated on Rajkot Railway Division 884x497 1

78th Independence Day celebrated on Rajkot Railway Division: રાજકોટ રેલવે ડિવિઝનમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી

78th Independence Day celebrated on Rajkot Railway Division: રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમારે રેલ્વે કર્મચારીઓને સંબોધિત કર્યા. તેઓને અને તેમના પરિવારોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

google news png

રાજકોટ, 15 ઓગસ્ટ: 78th Independence Day celebrated on Rajkot Railway Division: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટમાં ડીઆરએમ કચેરી પરિસરમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, ધ્વજને સલામી આપી અને ઔપચારિક પરેડનું નિરીક્ષણ કર્યું.

અશ્વનીએ રેલ્વે કર્મચારીઓને સંબોધિત કર્યા. તેઓને અને તેમના પરિવારોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી અને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર નો સંદેશ સંભળાવ્યો. આ પછી આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રેલ્વે કર્મચારીઓ દ્વારા ગાયેલા ગીતો અને ડાન્સ પરફોર્મન્સે સમગ્ર વાતાવરણને દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત કરી દીધું હતું.

Rakhi Sale 2024 ads

સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં અધિક ડિવિઝનલ રેલ્વે મેનેજર કૌશલ કુમાર ચૌબે, પશ્ચિમ રેલ્વે મહિલા સમાજ સેવા સંગઠન રાજકોટના પ્રમુખ રંજના સિંઘ અને તેમની ટીમ, ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંઘ, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી મનીષ મહેતા, અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય વિભાગોના વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ, ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો