rpf rjt

Rajkot RPF achievement: રેલવે સુરક્ષામાં મોટી સિદ્ધિ – રાજકોટ RPFનું શાનદાર કામ

Rajkot RPF achievement: રાજકોટ ડિવિઝન RPFની મોટી સિદ્ધિ: એક વર્ષમાં ₹38.98 લાખનો સામાન પરત કર્યો, 103 ગુનેગારોની ધરપકડ

​ 27 બાળકોને પરિવાર સાથે મિલાવ્યા • ચેઈન પુલિંગ અને ટિકિટના કાળાબજાર પર કડક સકંજો • મુસાફરોની સુરક્ષા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન

રાજકોટ, 03 એપ્રિલ: Rajkot RPF achievement: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ નાણાકીય વર્ષ 2025-26 (01 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026) દરમિયાન મુસાફરોની સુરક્ષા, રેલવે સંપત્તિનું રક્ષણ અને જનસેવાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.

​રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, “સેવા હી સંકલ્પ” ના ધ્યેય હેઠળ, આઈજી-કમ-પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશનર અજય સદાનીના કુશળ નેતૃત્વ અને ડિવિઝનલ સુરક્ષા કમિશનર, રાજકોટ શ્રી કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ RPF એ વિવિધ અભિયાનો દ્વારા પ્રશંસનીય કામગીરી કરી છે.

​આ સમયગાળા દરમિયાન, રેલવે સુરક્ષા બળ દ્વારા મુસાફરો, રેલવે પરિસર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા સુનિશ્ચિત કરીને અનેક મહત્વપૂર્ણ અભિયાનો સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યા હતા.

​ મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે: (Rajkot RPF achievement)

​ ઓપરેશન અમાનત: (Rajkot RPF achievement) આ અભિયાન અંતર્ગત મુસાફરી દરમિયાન વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્વારા ભૂલથી રહી ગયેલા સામાનને સુરક્ષિત રીતે પરત કરવામાં RPF એ નોંધપાત્ર સફળતા મેળવી છે. નાણાકીય વર્ષ 2025-26માં 352 મુસાફરોનો અંદાજે ₹38,98,484 ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે તેમને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:- Ticket Checking: ટિકિટ ચેકિંગથી રાજકોટ રેલવેને ₹10.95 કરોડની કમાણી

​ ઓપરેશન નન્હે ફરિશ્તે: આ અભિયાન હેઠળ 27 એવા બાળકોને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા હતા, જેઓ કોઈ કારણસર સ્ટેશન કે ટ્રેનમાં પોતાના પરિવારથી છૂટા પડી ગયા હતા.

​ ઓપરેશન ડિગ્નિટી: આ અભિયાન અંતર્ગત 12 વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે મિલાવવામાં આવ્યા હતા, જેઓ વિવિધ સંજોગોમાં પોતાના સ્વજનોથી અલગ થઈ ગયા હતા.

​ ઓપરેશન રેલ સુરક્ષા: રેલવે સંપત્તિની સુરક્ષા માટે ચલાવવામાં આવેલા આ અભિયાનમાં ચોરીના 35 કેસોમાં 103 આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

​ ઓપરેશન સમય પાલન: રેલ વ્યવહારમાં અવરોધ ઉભો કરનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરતા ચેઈન પુલિંગના 446 કેસ નોંધાયા હતા અને 441 આરોપીઓની ધરપકડ કરી રેલવે અધિનિયમ હેઠળ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

​ ઓપરેશન ઉપલબ્ધ: (Rajkot RPF achievement) રેલવે ટિકિટોના કાળાબજાર પર અસરકારક અંકુશ લગાવતા આ અભિયાન હેઠળ 14 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ ટિકિટોના ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલા જોવા મળ્યા હતા.

​ ઓપરેશન યાત્રી સુરક્ષા: મુસાફરોના સામાનની ચોરીના કિસ્સામાં સતર્ક કાર્યવાહી કરતા 4 કેસમાં 7 આરોપીઓને ઝડપી પાડી સરકારી રેલવે પોલીસ (GRP) ને સોંપવામાં આવ્યા હતા, જેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

​ ઓપરેશન જનજાગરણ: RPF દ્વારા મુસાફરો અને સામાન્ય નાગરિકોને જાગૃત કરવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત તમામ RPF પોસ્ટ અને ચોકીઓ પર બેનરો, પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જાહેરાતો, ગામના સરપંચો અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજવામાં આવી હતી. આ દરમિયાન રેલવે લાઈન ક્રોસ ન કરવા, ટ્રેનો પર પથ્થરમારો અટકાવવા, નશાખોરી, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા મહત્વના વિષયો પર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.

​રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “રાજકોટ ડિવિઝન RPFની આ સિદ્ધિ મુસાફરોની સુરક્ષા અને સેવા પ્રત્યેની તેની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.”