Okha Guwahati Express: 24 એપ્રિલે ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ બદલાયેલા માર્ગે દોડશે
Okha Guwahati Express: 24 એપ્રિલની ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ આંશિક રીતે પરિવર્તિત માર્ગ પર દોડશે
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોરાજકોટ, 22 એપ્રિલ: Okha Guwahati Express: પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનના નેઉરા–જટ ડુમરી સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા–ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત માર્ગ પર ચલાવવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, તારીખ 24 એપ્રિલ, 2026ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 15635 ઓખા–ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ તેના આંશિક રીતે પરિવર્તિત માર્ગ (Train Route Change) વાયા પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન–ગયા–જહાનાબાદ–પટના થઈને દોડશે. આ ટ્રેન બક્સર સ્ટેશન પર જશે નહીં.
આ પણ વાંચો:- Heatwave Alert: રાજ્યમાં હીટવેવ એલર્ટ: આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા જાહેર
મુસાફરો ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમયપત્રકની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
