Rajkot station 2

Rajkot Kolkata Special Train: 30 એપ્રિલે રાજકોટથી કોલકાતા માટે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડશે

Rajkot Kolkata Special Train: ​30 એપ્રિલના રોજ રાજકોટથી કોલકાતા માટે ચાલશે વન-વે સ્પેશિયલ ટ્રેનની એક ટ્રિપ

રાજકોટ, 29 એપ્રિલ: Rajkot Kolkata Special Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટથી કોલકાતા માટે એક વન-વે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન સંખ્યા 09501 રાજકોટ – કોલકાતા વન-વે સ્પેશિયલ

​ટ્રેન સંખ્યા 09501 રાજકોટ – કોલકાતા વન-વે સ્પેશિયલ તારીખ 30 એપ્રિલ 2026 (ગુરુવાર) ના રોજ રાજકોટથી 17:00 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 17:10 કલાકે કોલકાતા પહોંચશે.

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

​આ ટ્રેન માર્ગમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, સુબેદારગંજ, મિર્ઝાપુર, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પટના, બખ્તિયારપુર, મોકામા, કિયુલ, અભયપુર, જમાલપુર, શિવસાગર રોડ, ભાગલપુર, કહલગાંવ, સાહિબગંજ, બડહરવા, રામપુર હાટ, વર્ધમાન અને બેન્ડેલ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસના કોચ રહેશે.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

​ટ્રેન સંખ્યા 09501નું બુકિંગ તારીખ 30.04.2026 થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.

​ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.