AMC food cheking

AMC Food Safety Inspection: અમદાવાદમાં ફૂડ વિભાગની વ્યાપક ચકાસણી, 709 નમૂનાઓ લેવાયા

  • AMC Food Safety Inspection: AMC ફૂડ વિભાગ દ્વારા 1,877 એકમોની તપાસ અને નિયમભંગ સામે કડક કાર્યવાહી, 545 નોટિસ ઇસ્યુ અને રૂ. 10.29 લાખથી વધુનો વહીવટી ચાર્જ વસૂલ
  • 10 હજારથી વધુ સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સનું રજિસ્ટ્રેશન, QR કોડથી જનતા આપી રહી છે ગુણવત્તા અંગેનો પ્રતિસાદ
  • અનહાઈજેનિક સ્થિતિ સામે AMCની કાર્યવાહી: ખાદ્ય જથ્થો સીલ, ચાર એકમો સામે સખ્ત પગલાં

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

અમદાવાદ, 01 જુલાઈ: AMC Food Safety Inspection: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના અલગ-અલગ ઝોન અને વોર્ડ વિસ્તારોમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અંતર્ગત ખાદ્ય ધંધાકીય એકમોમાં વ્યાપક ચકાસણી કરવામાં આવી હતી.

તા. 01/06/2026 થી તા. 30/06/2026 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અંતર્ગત કુલ 709 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં ઠંડાપીણા (જ્યુસ, લસ્સી, આઈસ્ક્રીમ, શરબત, શિકંજી અને બરફ ગોળા)ના 22, શેરડીના રસ, મેંગો મિલ્ક શેક અને તરબૂચ રસના 35, પનીર, દૂધ અને દૂધની બનાવટોના 121, મીઠાઈના 28, બેકરી પ્રોડક્ટ્સના 26, નમકીનના 73, બેસન, મેંદો અને અનાજના 37, ખાદ્યતેલના 37, મસાલાના 101 તેમજ અન્ય કેટેગરીના 229 નમૂના લેવામાં આવ્યા હતા.

ચાલુ માસ દરમિયાન મળેલા નમૂનાઓના પરિણામોમાંથી 46 નમૂનાઓ અનસેફ તેમજ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે. જે પૈકી 02 અનસેફ જાહેર થયેલા નમૂનાઓના ફૂડ બિઝનેસ ઓપરેટર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અંતર્ગત કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે, જ્યારે 44 ખાદ્ય નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા હોઈ સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે.

AMC Food Safety Inspection

તા. 01/06/2026 થી તા. 30/06/2026 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટ (AMC Food Safety Inspection) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 1,877 ખાદ્ય ધંધાકીય એકમોની તપાસ કરવામાં આવી હતી.આ દરમિયાન નિયમોના ભંગ બદલ 545 નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. ઉપરાંત, 2,748 કિલોગ્રામ અને 1,269 લીટર જેટલો અંદાજિત બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન રૂ. 10,29,500નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ તેલ ની ગુણવત્તાની ચકાસણી માટે કુલ 387 ટી.પી.સી. ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોર્પોરેશન દ્વારા જાહેર જનતા સ્ટ્રીટ વેન્ડર્સ અને લારીગલ્લા એકમોની સ્વચ્છતા તેમજ હાઇજીન બાબતે ફીડબેક આપી શકે તે માટે QR કોડ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે, જેમાં દરેક વેન્ડરનું રજિસ્ટ્રેશન કર્યા બાદ દરેક વેન્ડરને વ્યક્તિગત QR કોડ આપવામાં આવે છે. જે સ્કેન કરીને જાહેર જનતા પોતાનો અભિપ્રાય આપી શકે છે. આ ફીડબેકના આધારે તમામ એકમોનું મોનિટરિંગ કરીને સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા સુધરે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

અત્યાર સુધી શહેરના અલગ-અલગ ઝોનમાં 10 હજારથી વધુ વેન્ડર્સનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તેમજ જાહેર જનતા તરફથી અલગ-અલગ વેન્ડર્સ અંગે ફીડબેક મળી રહ્યા છે.

અત્યાર સુધી શહેરના અલગ-અલગ ઝોનમાં નોંધાયેલા વેન્ડર્સમાંથી જાહેર જનતા દ્વારા પ્રાપ્ત થયેલા ફીડબેકના આધારે ટોપ-5 વેન્ડર્સની યાદીમાં સરદારનગર વિસ્તારમાં આનંદ પાર્ટી પ્લોટ પાસે આવેલ ફેસબુક પાણીપુરી, શાહીબાગ વિસ્તારમાં દિલ્હી દરવાજા પાસે આવેલ અગ્રવાલ કચોરી સેન્ટર, રામોલમાં જીવન સુપર માર્કેટ પાસે આવેલી ક્રિષ્ણા પકોડી સેન્ટર, વટવામાં ગુજરાતી શાળાની સામે આવેલ ટેસ્ટ ઓફ સાઉથ, ખોખરામાં ભગવતી જ્વેલર્સની સામે આવેલી જય કિશન પકોડી સેન્ટરનો સમાવેશ થાય છે.

ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા રજિસ્ટ્રેશન (AMC Food Safety Inspection) મેળવેલ તમામ એકમોને QR કોડ આપવામાં આવે છે, જેના પ્રદર્શન ન કરનાર એકમો સામે એ.એમ.સી. દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જે વ્યક્તિ ફૂડ બિઝનેસનું રજિસ્ટ્રેશન ન કરાવે હોય તેમને રજિસ્ટ્રેશન કરાવવા તાકીદ કરવામાં આવે છે.

આ પણ વાંચો:- Digital India 11 Years: ડિજિટલ ઇન્ડિયાના 11 વર્ષ: PMનો સંદેશ

માસ દરમિયાન હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 450 કિલોગ્રામ પાર્સલ ચૂનો જેની અંદાજિત કિંમત રૂ. 22,500 થાય છે, તેમજ 508 કિલોગ્રામ રિફા, કપાસીયા જેની અંદાજિત કિંમત રૂ. 73,660 થાય છે, આ તમામ જથ્થો સીલ કરવામાં આવ્યો હતો. ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણો જળવાઈ રહે તે માટે આ કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અંતર્ગત કરવામાં આવી હતી.

સીલ કરેલ 4 એકમોની વાત કરીએ તો, તા. 03/06/2026ના રોજ મક્તમપુરા સોનલ સિનેમા રોડ પાસે અલ અસ્વાદ શોપિંગ સેન્ટરમાં આવેલી મુન્ના ચાઈનીઝ એન્ડ મુગલાઈ એકમની તપાસ દરમિયાન અનહાઈજેનિક કન્ડીશન તેમજ શિડ્યૂલ 4ના નિયમોનું પાલન ન થતું હોવાથી એકમને સીલ કરવામાં આવ્યું હતું.

તા. 06/06/2026ના રોજ નવરંગપુરામાં વિજય ચાર રસ્તા પાસે આવેલ કોફી સ્ટેન્ડની તપાસ દરમિયાન કિચનના અંદરના ભાગમાં જીવાત મળી આવી હતી તેમજ શિડ્યૂલ 4ના નિયમોનું પાલન ન થતું હોવાથી એકમનો સીલ કરવામાં આવ્યું હતું.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

તા. 10/06/2026ના રોજ કઠવાડામાં હીંગળાજ માતા મંદિર પાસે આવેલી શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટસ નામના એકમમાં તપાસ દરમિયાન ફૂડ સેફ્ટીનો (AMC Food Safety Inspection) પરવાનો ન ધરાવતા હોવાથી, અનહાઈજેનિક કન્ડીશન તેમજ શિડ્યૂલ 4ના નિયમોનું પાલન ન થતું હોવાથી એકમને સીલ કરવામાં આવ્યું હતું.

તા. 20/06/2026ના રોજ કઠવાડામાં રિયાસત પાર્ટી પ્લોટ પાસે આવેલ શ્રી વૃષ્ટિ ટ્રેડીંગ-પાર્સલ ચૂનાનો ધંધો એકમમાં તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયેનું લાઈસન્સ ધરાવતા ન હોવાથી તેમજ અનહાઈજેનિક કન્ડીશન બાબતે એકમને સીલ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા આગામી દિવસોમાં તમામ ખાદ્ય ધંધાકીય એકમોનું હાઈજેનિક કન્ડીશ, લાયસન્સ, રજિસ્ટ્રેશન બાબતે સઘન ચેકીંગ કરવામાં આવશે. ચેકિંગ દરમિયાન લાઈસન્સ/રજિસ્ટ્રેશન વગર ધંધો કરતા કે નિયમોનું પાલન ન કરતા એકમો જણાશે તો તેમની સામે FSSA/GPMC એક્ટ અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.