IIT Gnadhinagar campus

SAMARTH Centre: IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’

  • SAMARTH Centre: ગુજરાતના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ તેમજ ઔદ્યોગિક પ્રોફેશનલ્સ માટે સંશોધન અને તાલીમની વ્યવસ્થ
  • IIT ગાંધીનગર ગુજરતાની કૉલજો સાથે MoU કરશે, 5 વર્ષમાં 10 હજાર વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું આયોજન
  • “અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે”: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

ગાંધીનગર, 03 જુલાઈ: SAMARTH Centre: ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે ખૂબ ઝડપથી કામગીરી થઇ રહી છે. ગુજરાતને સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ બનાવવા માટે, ઔદ્યોગિક રોકાણ સાથે આ ક્ષેત્રમાં કામ કરવા માંગતા વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને એન્જિનિયરિંગ પ્રોફેસર્સને આધુનિક તાલીમ અને અનુભવ મળે તે દિશામાં પણ કામ કરવું મહત્વપૂર્ણ છે.

આ ઉદ્દેશને સાકાર કરવા માટે, ટૂંક સમયમાં IIT ગાંધીનગર ખાતે સિલિકોન એન્ડ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ હબ (SAMARTH) શરૂ થશે.

SAMARTH Centre

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આ તાલીમ અને સંશોધન કેન્દ્રની સ્થાપના થવા જઈ રહી છે. તેના માટે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલય, ગુજરાત સરકાર તરફથી વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અને IIT ગાંધીનગર દ્વારા કુલ ₹190 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. IIT ગાંધીનગર દ્વારા આ કેન્દ્રના સંચાલન માટે જરૂરી સાધનોની ખરીદી અને બાંધકામ માટે કન્સલ્ટન્ટ્સની નિમણૂક કરવા માટેની જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આ કેન્દ્ર શરૂ થશે અને વિદ્યાર્થીઓ અહીં સેમિકન્ડક્ટર ક્ષેત્રની આધુનિક અને ઉદ્યોગોની માંગ અનુસારની તાલીમ મેળવી શકશે.

સમર્થનો ઉદ્દેશ: એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને બનાવશે ફેબ-રેડી
નવીનતા, ઉદ્યોગો સાથે ભાગીદારી અને વ્યાપક વર્કફોર્સના નિર્માણ દ્વારા ભારતમાં વિશ્વસ્તરીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટના નિર્માણ માટે સમર્થની રચના થવા જઈ રહી છે. સમર્થ મુખ્યત્વે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે સંસોધન વિકાસ અને તાલીમ આપવા પર કેન્દ્રિત રહેશે. અહીં એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગોમાં કામ કરતા તજજ્ઞો તેમના કૌશલ્યને અપગ્રેડ કરવા માટે આવી શકશે.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

આ કેન્દ્રમાં એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ ફેબ-રેડી બનશે, એટલે કે તેઓ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં કામ કરવા માટે તૈયાર હશે. વિદ્યાર્થીઓમાં આ ક્ષેત્ર અંગે શરૂઆતથી જાગરૂકતા આવે તેના માટે ખાસ કાર્યક્રમો ચલાવવામાં આવશે. સ્થાનિક અને ગ્લૉબલ ભાગીદારી દ્વારા તાલીમ, સંશોધન અને કૌશલ્ય વિકાસ માટે સમર્થ એક સંકલિત પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.

ગુજરાતની કૉલેજો સાથે MoU કરવામાં આવશે
આ પ્રોજેક્ટને આગળ લઈ જવા માટે અત્યારે IIT ગાંધીનગર (SAMARTH Centre) દ્વારા ગુજરાતની અલગ અલગ એન્જિનિયરિંગ કૉલેજો સાથે MoU કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ કેન્દ્રમા રાજ્યના વિદ્યાર્થીઓ નજીવા દરે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં ખાસ સ્પેશ્યલાઈઝ્ડ શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ પણ ચલાવવામાં આવશે અને સમર સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને શાળાઓ અને કોલેજોમાં આ ક્ષેત્રના વિવિધ કોર્સ અંગે અગાઉથી જ માહિતગાર કરવામાં આવશે.

5 વર્ષમાં 10 હજાર વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું આયોજન
સમર્થ દ્વારા ક્ષમતા નિર્માણ માટે આગામી પાંચ વર્ષમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડીનો અભ્યાસ કરતા કુલ 5600 વિદ્યાર્થીઓને આ કેન્દ્રમાં આવરી લેવામાં આવશે. તે સિવાય વોકેશનલ અને ટેક્નિકલ અભ્યાસક્રમમાં 1500 ટેક્નિશિયન અને સર્ટિફિકેટ કોર્સમાં 1000 લોકોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રોફેશનલ અને અપસ્કિલિંગમાં 230 ફેકલ્ટી અને 230 ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા પ્રોફેશનલ્સને તાલીમ મળી શકશે. તે સિવાય સમર સ્કૂલ અને વન-ડે એક્સપોઝર પ્રોગ્રામ દ્વારા 2700થી વધુ વિદ્યાર્થીઓને માહિતગાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે 10 હજારથી વધુ વર્કફોર્સને આધુનિક તાલીમ આપવામાં આવશે.

આ પણ વાંચો:- Mobile Forensic Van Gujarat: 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી મોબાઈલ ફોરેન્સિક વેન

સમર્થમાં કેવી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે ?
આ કેન્દ્ર આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. તેમાં નેનો ફેબ્રિકેશન અને CMOS પ્રક્રિયાની તાલીમ માટે સુવિધાનું નિર્માણ કરવામાં આવશે. તે સિવાય ડિવાઈસ પ્રોસેસ કેરેક્ટરાઈઝેશન સુવિધા હશે, જેમાં ઇલેક્ટ્રોનિક સાધનો અને ચિપ બનાવવાની પ્રક્રિયાની તપાસ, ટેસ્ટિંગ અને ગુણવત્તાને ચેક કરી શકાય છે. સાથે સેમિકન્ડક્ટર પ્રોસેસ અને ડિવાઈસ ડિઝાઈન અને ડિવાઈસ મોડેલિંગ લેબ તેમજ IC ડિઝાઈન અને પ્રોટોટાઈપ લેબનું નિર્માણ કરવામાં આવશે.

અમારું લક્ષ્ય માત્ર ફેક્ટરી સ્થાપિત કરવા સુધી મર્યાદિત નથી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાનએ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, “અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. ભારત હવે સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે, જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માતા અને લોજિસ્ટિક્સ સુધીનાં તમામ સ્તરો સામેલ છે.

‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ ની (SAMARTH Centre) જાહેરાત આ જ દિશામાં લેવાયેલું મોટું પગલું છે. જેમ-જેમ ઉત્પાદન વધશે તેમ ભારતની અંદર જ મટિરિયલ અને કોમ્પોનન્ટ્સની માંગ વધશે, જે સ્થાનિક ઉદ્યોગો માટે સૌથી મોટી તક બની રહેશે.”