Kutch Wildlife: નલિયામાં ઘોરાડનું બચ્ચું સુરક્ષિત રીતે વિકસ્યું
Kutch Wildlife: ‘જમ્પ સ્ટાર્ટ’ પ્રોજેક્ટ હેઠળ જન્મેલું ઘોરાડનું બચ્ચું જીવિત રહેવાના મહત્વપૂર્ણ તબક્કાને સફળતાપૂર્વક પાર કર્યું: વનમંત્રી અર્જુન મોઢવાડિયા
- Kutch Wildlife: કચ્છના નલિયામાં ૨૧ મે ૨૦૨૬ના રોજ જન્મેલા ઘોરાડ -Great Indian Bustardના બચ્ચાએ જીવનના સફળતાપૂર્વક ૪૦ દિવસ પૂર્ણ કર્યા: વન મંત્રી મોઢવાડીયા
- મંત્રી મોઢવાડિયાએ લુપ્ત થતી પ્રજાતિના સંવર્ધન માટે વન વિભાગ અને વૈજ્ઞાનિકોના સંયુક્ત પ્રયાસોને મળેલી મોટી સફળતાને બિરદાવી
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોભુજ, 09 જુલાઈ: Kutch Wildlife: ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. કચ્છના નલિયા ખાતે હાથ ધરવામાં આવેલા બીજા ‘જમ્પ સ્ટાર્ટ’ (Jump Start) પ્રોજેક્ટ અંતર્ગત ગત ૨૧ મે ૨૦૨૬ના રોજ જન્મેલું મહાકાય અને અત્યંત દુર્લભ પક્ષી ઘોરાડ (Great Indian Bustard – GIB) નું બચ્ચું તેના અતિ નાજુક અને મહત્વપૂર્ણ એવા પ્રથમ ૪૦ દિવસ સફળતાપૂર્વક પાર કરી ગયું છે. વિશ્વની સૌથી વધુ ભયગ્રસ્ત પ્રજાતિઓમાં સામેલ એવા આ પક્ષીના અસ્તિત્વને બચાવવાની દિશામાં આ એક આશાસ્પદ અને ગૌરવપૂર્ણ સિદ્ધિ છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ઐતિહાસિક સફળતા બદલ ખુશી વ્યક્ત કરતા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાત માટે આ અત્યંત આનંદ અને ગૌરવના સમાચાર છે.

(Kutch Wildlife) ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે હાથ ધરાયેલી આ વિશેષ ઝુંબેશની સફળતા એ આપણા વૈજ્ઞાનિકો, વન્યજીવ પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓની અવિરત મહેનત અને સમર્પણનું પરિણામ છે. બચ્ચાના જીવનના શરૂઆતના ૪૦ દિવસ ખૂબ જ નાજુક હોય છે, અને આ મહત્વપૂર્ણ માઈલસ્ટોન પાર થવો એ પક્ષીના ઉજ્જવળ ભવિષ્યની નવી આશા જગાવે છે.”
આ પણ વાંચો:- PM Modi Melbourne: મેલબોર્નમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધ્યા
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “માનવજાત અને પ્રકૃતિ વચ્ચેના સંતુલનને જાળવી રાખવા માટે આવી લુપ્તપ્રાય પ્રજાતિઓનું રક્ષણ અનિવાર્ય છે. ભારતની જૈવ-વિવિધતા (Biodiversity) ના સંવર્ધનની સફરમાં આ સિદ્ધિ એક નવો સીમાચિહ્ન સાબિત થશે. વન્યજીવોના જતન અને ભાવી પેઢી માટે કુદરતી વારસાને સુરક્ષિત રાખવા માટેની ગુજરાત સરકારની કટિબદ્ધતાને આ સફળતા વધુ મજબૂત કરે છે.”
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવએ પણ આ સંદર્ભે X પર વીડિયો અને ફોટા સાથેની વિગતો શેર કરીને ખુશીના સમાચાર આપ્યા હતા.
Encouraging and proud news for Gujarat!
— Arjun Modhwadia (@arjunmodhwadia) July 9, 2026
I am pleased to share that the second ‘Jump Start’ initiative undertaken in Naliya, Gujarat, has achieved a significant milestone. The GIB chick born on 21 May 2026 has successfully crossed the critical first 40 days of survival, offering… pic.twitter.com/5Eba8GUtMB
અત્રે નોંધનીય છે કે,કુદરતી રહેઠાણમાં ઈંડાની સુરક્ષા અને કૃત્રિમ કેન્દ્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી તેના ઉછેર (Foster-mothering)ની આ અત્યંત જટિલ પ્રક્રિયા છે. નલિયા ખાતે વન વિભાગ અને તજજ્ઞોની ટીમ દ્વારા આ બચ્ચાની ૨૪ કલાક કડક દેખરેખ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળ સંભાળ રાખવામાં આવી રહી છે.
