Rajkot Lalkuan Special Train: રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારાયા
Rajkot Lalkuan Special Train: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વિશેષ ભાડા સાથે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના વિસ્તૃત ફેરાઓ જાહેર કર્યા
ટિકિટોનું બુકિંગ 11 જુલાઈથી શરૂ
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોરાજકોટ, 10 જુલાઈ: Rajkot Lalkuan Special Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર લંબાવવામાં આવેલા ફેરાઓની વિગત નીચે મુજબ છે:
- ટ્રેન સંખ્યા 05046/05045 રાજકોટ-લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) [11-11 ફેરા]
- ટ્રેન સંખ્યા 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલને 20 જુલાઈથી 28 સપ્ટેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવી છે.
તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલને 19 જુલાઈથી 27 સપ્ટેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવી છે.
આ પણ વાંચો:- Jagannath Rathyatra: 149મી જગન્નાથ રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટનું સંયુક્ત નિરીક્ષણ
ટ્રેન સંખ્યા 05046 ના લંબાવવામાં આવેલા ફેરાઓનું બુકિંગ 11 જુલાઈ, 2026થી તમામ પીઆરએસ (PRS) કાઉન્ટરો અને આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના (કોચ કમ્પોઝિશન) અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
