Ganesh Arati 600x337 1

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ

1. શ્રી ગણેશ ચતુર્થીનું મહત્ત્વ – (Ganesh Chaturthi) વિનાશકારક, તમપ્રધાન યમલહેરો પૃથ્વી પર અષાઢ પૂર્ણિમાથી કારતક પૂર્ણિમા આ ૧૨૦ દિવસોમાં વધારે પ્રમાણમાં આવે છે. આ સમયમાં તેમની તીવ્રતા વધારે હોય છે. તે તીવ્રતાના સમયમાં, એટલે ભાદરવો સુદ પક્ષ ચોથથી અનંત ચૌદશ સુધી, ગણેશલહેરો પૃથ્વી પર વધારે પ્રમાણમાં આવતી હોવાથી યમલહેરોની તીવ્રતા ન્યૂન થવામાં સહાયતા થાય છે.

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

Ganesh Chaturthi: ગણપતિનાં સ્પંદનો અને પૃથ્વીના ચતુર્થી તિથિનાં સ્પંદનો એકસરખા હોવાથી તે એકમેકને અનુકૂળ હોય છે; એટલે જ તે તિથિએ ગણપતિનાં સ્પંદનો વધારે પ્રમાણમાં પૃથ્વી પર આવી શકે છે. પ્રત્યેક માસની ચતુર્થીના દિવસે ગણેશતત્ત્વ હંમેશની તુલનામાં પૃથ્વી પર ૧૦૦ ગણું કાર્યરત હોય છે. આ તિથિએ કરેલી શ્રી ગણેશની ઉપાસનાથી ગણેશતત્ત્વનો વધારે લાભ થાય છે. ચતુર્થી એટલે જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિના પેલેપારની તુરીયાવસ્થા. તે જ સાધકનું સાધ્ય હોય છે. ‘અગ્નિપુરાણ’ નામક ગ્રંથમાં ભોગ અને મોક્ષની પ્રાપ્તિ માટે ચતુર્થીનું વ્રત કરવા માટે કહ્યું છે.

શ્રી ગણેશોત્સવના દિવસોમાં ગણેશતત્વ સામાન્ય કરતા પૃથ્વી પર ૧૦૦૦ ગણો વધારે કાર્યરત રહે છે. આ સમયગાળામાં ગણેશતત્વનો વધુથી વધુ લાભ લેવા માટે ||ૐ ગઁ ગણપતયે નમઃ|| આ મંત્ર જેટલું શક્ય હોય તેટલું જપ કરી શકીએ છીએ.

Ganesh Chaturthi

2. Ganesh Chaturthi ચતુર્થી કુટુંબમાં કોણે કરવી ? – શ્રી ગણેશ ચોથને દિવસે આચરવામાં આવનારું વ્રત ‘સિદ્ધિવિનાયક વ્રત’ આ નામથી ઓળખાય છે. વાસ્તવમાં આ વ્રત બધાં કુટુંબોમાં થવું આવશ્યક છે. જો બધા ભાઈ સાથે રહેતા હોય એટલે જ તેમનો દ્રવ્યકોશ (ખજાનો) અને પાકનિષ્પત્તિ (ચૂલો) સાથે હોય, તો બધા મળીને એકજ મૂર્તિ પૂજે તો પણ ચાલે; પણ જે સમયે દ્રવ્યકોશ અને પાકનિષ્પત્તિ કોઈપણ કારણસર વિભક્ત હોય, તો તેઓએ પોતપોતાનાં ઘરે સ્વતંત્ર ગણેશમૂર્તિ પૂજવી. કુળાચાર પ્રમાણે અથવા પૂર્વાપાર ચાલતી આવેલી પદ્ધતિ પ્રમાણે એકજ ગણપતિની સ્થાપના કરવાની ઢ પરંપરા જો ભાંગવી ન હોય, તો જે ભાઈમાં ગણપતિ વિશે વધારે ભક્તિભાવ હોય, તેના જ ઘરે ગણપતિની સ્થાપના કરવી યોગ્ય છે.

3. શ્રી ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) દિવસે પૂજવાની મૂર્તિ કેવી હોવી જોઈએ?

આજકાલ ધર્મશાસ્ત્રનો વિચાર કર્યા સિવાય પોતપોતાની પસંદગી અને કલ્પનાસૌંદર્ય પર ભાર મૂકીને વિવિધ આકારોમાં અને રૂપોમાં (ઉદા. ગરૂડ પર આરૂઢ ગણેશ, શ્રીકૃષ્ણના પહેરાવમાં ગણેશ તેમજ નર્તન કરનારા ગણેશ) શ્રી ગણેશની મૂર્તિઓ પૂજવામાં આવે છે. શ્રી ગણેશ ચતુર્થી સમયે ઘરોઘરમાંથી અને સાર્વજનિક રીતે ઘણા મોટા પ્રમાણમાં ગણેશમૂર્તિઓનું પૂજન કરવામાં આવે છે. આ સમયે મૂર્તિ વિશેની આ અયોગ્યતા ચોખ્ખી રીતે જણાય છે; તેથી ગણેશમૂર્તિ શાસ્ત્ર અનુસાર કેવી હોવી જોઈએ, તે આગળ આપ્યું છે.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

અધ્યાત્મશાસ્ત્ર અનુસાર શ્રી ગણેશમૂર્તિ ખડી માટી અથવા ચીકણી માટીથી બનાવેલી હોવી જોઈએ; કારણ કે, આવી મૂર્તિમાં વધારેમાં વધારે પ્રમાણમાં ગણેશતત્વ આકર્ષિત થાય છે અને તેનો પૂજકને લાભ મળે છે. અન્ય વસ્તુઓંથી (ઉદા. પ્લાસ્ટર ઑ પૅરીસ, કાગળનો માવો) મૂર્તિ બનાવવી, આ ધર્મશાસ્ત્ર વિરોધી છે ! પ્રતિવર્ષ મોટી મૂર્તિ લાવવાનો પ્રઘાત ભલે હોય, તો પણ દુકાળજન્ય પરિસ્થિતિમાં વિસર્જન માટે સુસંગત થાય, તેવી નાની (૬-૭ ઇંચ ઊંચાઈ ધરાવતી) મૂર્તિની પૂજા કરવી.

ઘરે પૂજવામાં આવતી મૂર્તિની ઊંચાઈ વધારેમાં વધારે ૧ થી દોઢ ફૂટ જેટલી હોવી જોઈએ. એનુંં કારણ એ કે આ ઊંચાઈની મૂર્તિને ઉપાસના  કરતી વેળાએ તેનેે અનુકૂળતાથી સાચવી શકાય છે તેમજ વિસર્જન સમયે પણ મૂર્તિભંગ થવાનો ભય રહેતો નથી.

મૂર્તિ પાટલા પર બેઠેલી, બને ત્યાં સુધી ડાબા સૂંઢની અને નૈસર્ગિક રંગોથી રંગાવેલી હોવી જોઈએ !  ‘સનાતન’ એ શ્રી ગણેશમૂર્તિ બનાવી છે, એ ૨૮.૩ ટકા ગણેશતત્વ ગ્રહણ કરે છે.

આ પણ વાંચો:- Swami ji ni vani part-54: અધર્મ સામેની મૂંઝવણ અને પ્રામાણિકતાનો માર્ગ

4. ચંદ્રદર્શન નિષેધ : આ દિવસે ચંદ્ર જોવાય નહીં; કારણકે ચંદ્ર મનનો કારક છે, એટલે મનને કાર્ય કરવા પ્રવૃત્ત કરે છે. સાધકને તો મનનો લય કરવાનો હોય છે. ગ્રહમાળામાં ચંદ્ર ચંચળ છે, એટલે તેના આકારમાં વધ ઘટ થાય છે; તે જ રીતે શરીરમાં મન ચંચળ છે. ચંદ્રદર્શનથી મનની ચંચળતા એક લક્ષાંશ જેટલી વધે છે. આ મન જ્યારે ઉન્મન થાય છે, ત્યારે જ તુરીયાવસ્થા પ્રાપ્ત થાય છે. સંકષ્ટીએ સમગ્ર દિવસ સાધના કરીને રાત્રે ચંદ્રદર્શન કરાય છે. આ એક રીતે સાધનાકાળ પૂરો થવાનો, મનોવ્યાપાર હંમેશ પ્રમાણે ચાલુ કરવાનો દર્શક છે.

5. શાસ્ત્રોક્ત વિધિ તથા રિવાજનો સમયગાળો – ભાદરવા સુદ પક્ષ ચોથના દિવસે માટીના ગણપતિ બનાવાય છે. તે ડાબા હાથ પર મૂકીને ત્યાં જ તેની ‘સિદ્ધિવિનાયક’ આ નામથી પ્રાણપ્રતિષ્ઠા અને પૂજા કરીને તરત જ વિસર્જન કરવું, એવો શાસ્ત્રવિધિ છે; પણ માનવી ઉત્સવપ્રિય હોવાથી તેનું એટલાથી જ સમાધાન થતું ન હતું, માટે દોઢ, પાંચ, સાત અથવા દસ દિવસ શ્રી ગણપતિ રાખીને તેનો ઉત્સવ કરવા લાગ્યા. ઘણા લોકો (જ્યેષ્ટ) ગૌરી સાથે ગણપતિનું વિસર્જન કરે છે. એકાદના કુળાચારમાં ગણપતિ પાંચ દિવસના હોય અને તે તેને દોઢ અથવા સાત દિવસના કરવા હોય, તો તે તેમ કરી શકે છે. એ માટે અધિકારી વ્યક્તિને પૂછવાની આવશ્યકતા નથી. રિવાજ પ્રમાણે પહેલાં, બીજા, ત્રીજા, છઠા, સાતમા અથવા દસમા દિવસે શ્રી ગણેશ વિસર્જન કરવું.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘શ્રી ગણપતિ’
Article by: સનાતન સંસ્‍થા