WaveX

IFFI Goa 2026માં WAVES માર્કેટ માટે સ્ટાર્ટઅપ્સને આમંત્રણ

તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી સાથે જોડાઓ.
WhatsApp Community →

ગોવા, 07 નવેમ્બર: IFFI Goa 2026: માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI), ગોવા 2026 દરમિયાન WAVES બજાર ખાતે WaveX સ્ટાર્ટઅપ પેવેલિયનમાં ભાગ લેવા માટે ફિલ્મ અને સંબંધિત ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સ પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે.

IFFI Goa 2026

IFFI Goa 2026: આ પહેલનો ઉદ્દેશ્ય નવીન સ્ટાર્ટઅપ્સને તેમના ઉત્પાદનો, ટેકનોલોજી અને ઉકેલો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ અને મીડિયા ઉદ્યોગ સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક વિશિષ્ટ મંચ પ્રદાન કરવાનો છે. તે વૈશ્વિક રચનાત્મક ઇકોસિસ્ટમમાં ફિલ્મ નિર્માતાઓ, પ્રોડક્શન હાઉસીસ, રોકાણકારો સાથે નેટવર્કિંગ, ઉદ્યોગ જોડાણ અને સહયોગ માટેની તકોની સુવિધા પણ આપશે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

અરજીઓ ફિલ્મ અને સંબંધિત ટેકનોલોજી ક્ષેત્રોમાં કાર્યરત (IFFI Goa 2026) DPIIT-રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ માટે ખુલ્લી છે. યોગ્ય સ્ટાર્ટઅપ્સ પર WaveX દ્વારા ગઠિત પસંદગી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવતી સ્ક્રીનિંગ અને મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા વિચારણા કરવામાં આવશે.

રસ ધરાવતા અને પાત્ર સ્ટાર્ટઅપ્સને અરજી કરવા અને આંતરરાષ્ટ્રીય મંચ પર તેમની નવીનતાઓને પ્રદર્શિત કરવા માટે આ તકનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

રજીસ્ટ્રેશન ફોર્મ અને વધુ માહિતી : wavex.wavesbazaar.com પર ઉપલબ્ધ છે. પ્રશ્નો Wavex-mib@gov.in પર મોકલી શકાય છે.

આ પણ વાંચો:- Vivek Oberoi: ‘રામાયણ’ની કમાણી કેન્સરગ્રસ્ત બાળકોને દાન કરશે વિવેક ઓબેરોય

FFI, ગોવા વિશે 

1952માં સ્થપાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI), એશિયાના નોંધપાત્ર ફિલ્મ ઉત્સવોમાંનો એક છે, જે વિશ્વ સિનેમામાં ઉત્કૃષ્ટતાની ઉજવણી કરે છે અને ભારત અને વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, કલાકારો, ઉત્પાદકો અને સિનેમા પ્રેમીઓ માટે એક મંચ પૂરો પાડે છે. વાર્ષિક ધોરણે ગોવામાં યોજાતો IFFI, વિવિધ સિનેમેટિક કૃતિઓને પ્રદર્શિત કરવા, રચનાત્મક આપ-લેને પ્રોત્સાહિત કરવા અને સિનેમા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક ફિલ્મ બિરાદરીને એકસાથે લાવે છે.

View this post on Instagram

A post shared by Buyer Junction (@buyerjunction)

WaveX વિશે 

WaveX (WAVES સ્ટાર્ટઅપ એક્સીલેરેટર) એ માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારની એક સ્ટાર્ટઅપ એક્સીલેરેટર અને ઇન્ક્યુબેશન પહેલ છે, જે મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રમાં નવીનતા, સાહસિકતા અને ઉભરતી પ્રતિભાઓને પોષવા માટે સમર્પિત છે. તે એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ, એક્સ્ટેન્ડેડ રિયાલિટી (AVGC-XR) અને મીડિયા ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.