Tourism Technology 2

Tourism Technology: ભારત પર્વમાં આંધ્રપ્રદેશની NiVU AI વર્ચ્યુઅલ ગાઈડ આકર્ષણનું કેન્દ્ર

Tourism Technology: આંધ્રપ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા વિશ્વની ૧૩૦ ભાષાઓમાં અવિરત વાતચીત કરી શકે તેવું AI રજૂ કરાયું

  • Tourism Technology: પ્રવાસીના મૂડ, સમય અને રુચિને સમજીને આંગળીના ટેરવે બનાવી રહયુ છે સમગ્ર પ્રવાસ પ્લાન
  • ગુજરાતી પ્રવાસીઓ જ્યારે પોતાની માતૃભાષામાં સવાલ પૂછતા ગુજરાતીમાં આંધ્રપ્રદેશના પ્રવાસન સ્થળોની માહિતી લોકોના ચહેરા પર આશ્ચર્ય અને આનંદ છવાયો

સંપાદન: શીતલ પરમાર
એકતાનગર, 06 નવેમ્બર: Tourism Technology: એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાના સાંનિધ્યમાં યોજાયેલા ‘ભારત પર્વ’માં વિવિધ રાજ્યોની સંસ્કૃતિનો મેળો જામ્યો છે. રાજ્યોની પરંપરાગત ઝાંખીઓ, લોકનૃત્યો અને સ્વાદિષ્ટ વ્યંજનોની વચ્ચે આંધ્રપ્રદેશ ટુરિઝમના પેવેલિયને સૌનું ધ્યાન ખેંચ્યું છે. અહીં પ્રવાસીઓને આવકાર કોઈ પરંપરાગત ગાઈડ નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ એક અત્યાધુનિક ડિજિટલ મિત્ર કરી રહ્યો છે, જેનું નામ છે AI NiVU.

તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી સાથે જોડાઓ.
WhatsApp Community →
Tourism Technology

પ્રવાસન ક્ષેત્રે સૌથી મોટો અવરોધ ભાષાનો હોય છે. જ્યારે કોઈ પ્રવાસી અજાણ્યા પ્રદેશમાં જાય ત્યારે સ્થાનિક ભાષા ન આવડવાને કારણે તે ત્યાંના ઇતિહાસ અને સંસ્કૃતિને ઊંડાણપૂર્વક માણી શકતો નથી. (Tourism Technology) આંધ્રપ્રદેશ ટુરિઝમે રજૂ કરેલું NiVU પ્લેટફોર્મ આ સમસ્યાનો જાદુઈ ઉકેલ લઈને આવ્યું છે. ગુજરાતી, હિન્દી, તેલુગુ, તમિલથી માંડીને ફ્રેન્ચ, સ્પેનિશ કે જાપાનીઝ એમ વિશ્વની ૧૩૦ ભાષાઓમાં આ AI પ્લેટફોર્મ અસ્ખલિત વાતચીત કરી શકે છે. એકતા નગરની મુલાકાતે આવેલા ગુજરાતી પ્રવાસીઓ જ્યારે પોતાની માતૃભાષામાં સવાલ પૂછે છે અને સામેથી એટલી જ મીઠાશથી ગુજરાતીમાં આંધ્રપ્રદેશના પ્રવાસન સ્થળોની માહિતી મળે છે, ત્યારે લોકોના ચહેરા પર આશ્ચર્ય અને આનંદ છવાઈ જાય છે.

આ સ્માર્ટ પ્લેટફોર્મ માત્ર માહિતી આપતું યંત્ર નથી, પરંતુ એક જાણકાર અને રસિક ભોમિયો છે. તમારે તિરુપતિ બાલાજીના દર્શન કરવાનો સમય જાણવો હોય, કોફીના બગીચાઓની સફર કરવી હોય, વિશાખાપટ્ટનમના સોનેરી સમુદ્રતટની મજા માણવી હોય કે પછી બોર્રા ગુફાઓના રહસ્યો જાણવા હોય—NiVU પળવારમાં તમારી પસંદગી મુજબનો સમગ્ર પ્રવાસ પ્લાન તૈયાર કરી આપે છે. કઈ ઋતુમાં કયું સ્થળ જોવાલાયક છે, ત્યાં કેવી રીતે પહોંચવું, સ્થાનિક વાનગીઓનો સ્વાદ ક્યાં માણવો અને બજેટ પ્રમાણે ક્યાં રોકાવું, તે તમામ બાબતોનું સચોટ માર્ગદર્શન અહીં આંગળીના ટેરવે મળી રહે છે.

આ પણ વાંચો:- Vibrant Gujarat Global Summit: સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં ગુજરાતના સફળ રોડ-શો, રોકાણની નવી તકો

ભારતની પ્રાચીન ‘અતિથિ દેવો ભવ’ની ભાવનાને જ્યારે આધુનિક વિજ્ઞાનની પાંખો મળે ત્યારે કેવું અદ્ભુત પરિણામ આવે, તેનું જીવંત ઉદાહરણ એકતા નગરમાં જોવા મળી રહ્યું છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ વર્ચ્યુઅલ ગાઈડ સાથે સંવાદ સાધીને રોમાંચ અનુભવી રહ્યા છે. પ્રવાસીના મૂડ, સમય અને રુચિને સમજીને વ્યક્તિગત માર્ગદર્શન આપવાની તેની ક્ષમતા પ્રવાસન ક્ષેત્રે નવા યુગની શરૂઆત દર્શાવે છે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સપનાને સાકાર કરતા એકતા નગરની ભૂમિ પરથી આંધ્રપ્રદેશ ટુરિઝમે દેશ-વિદેશના પ્રવાસીઓને પોતાને આંગણે પધારવાનું એક હાઈ-ટેક આમંત્રણ પાઠવ્યું છે. હવે દક્ષિણ ભારતના આ રાજ્યની મુલાકાત લેતી વખતે કોઈ ભોમિયાની શોધ કરવાની જરૂર નહીં પડે, કારણ કે ૧૩૦ ભાષાનો જાણકાર NiVU તમારા ખિસ્સામાં જ હશે!