vayo samman

Vayo Samman: ‘વયો સન્માન રાષ્ટ્રીય અભિયાન’ હેઠળ ‘વયો સાથી’ સ્વયંસેવક બનવા નાગરિકોને આમંત્રણ

  • Vayo Samman: સ્વયંસેવક પહેલનો ઉદ્દેશ્ય આંતર પેઢીગત સબંધોને મજબૂત કરવાનો અને વરિષ્ઠ નાગરિકોની સંભાળ, સાથ સહકાર અને સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપવાનો છે
તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી સાથે જોડાઓ.
WhatsApp Community →

દિલ્હી, 11 નવેમ્બર: Vayo Samman: કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 18 વર્ષ અને તેથી વધુ વયના નાગરિકોને ‘વયો સાથી’ પહેલ હેઠળ સ્વયંસેવકો તરીકે નોંધણી કરાવવા માટે આમંત્રિત કર્યા છે, જે અટલ વયો અભ્યુદય યોજના (AVYAY) હેઠળ તાજેતરમાં શરૂ કરાયેલા રાષ્ટ્રીય આંતર-પેઢીગત સંબંધો અભિયાન ‘વયો સમ્માન રાષ્ટ્રીય અભિયાન’ નો એક મહત્વપૂર્ણ ઘટક છે.

આ પહેલ વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો અને સમુદાયના સ્વયંસેવકો સહિતના નાગરિકોને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ, ગરિમા અને સામાજિક સમાવેશમાં યોગદાન આપવાની તક પૂરી પાડે છે.

Vayo Samman

‘વયો સાથી’ પહેલનો અર્થ સપોર્ટ, અવેરનેસ, આસિસ્ટન્સ, ટ્રેનિંગ, હેલ્થ એન્ડ ઇન્ક્લુઝન થાય છે. આ પહેલ હેઠળ, નોંધાયેલા સ્વયંસેવકો વરિષ્ઠ નાગરિકો માટે મિત્રો, સુવિધાકર્તાઓ અને જોડાણકર્તાઓ તરીકે કામ કરશે, જે તેમના સામાજિક સમાવેશ અને એકંદર કલ્યાણને સમર્થન આપશે. સ્વયંસેવકોને તેમની ભાગીદારીની માન્યતામાં ‘વયો સાથી પ્રમાણપત્ર’ પણ મળશે.

મંત્રાલય તમામ પાત્ર નાગરિકોને ‘વયો સાથી’ સ્વયંસેવકો તરીકે નોંધણી કરાવવા અને એક સમાવેશી સમાજના નિર્માણ માટે તેમનો સમય, કૌશલ્ય અને પ્રયાસોનું યોગદાન આપવા પ્રોત્સાહિત કરે છે જ્યાં દરેક વરિષ્ઠ નાગરિકનું મૂલ્ય, આદર અને સમર્થન કરવામાં આવે છે.

આ પણ વાંચો:- India Norway: ઔદ્યોગિક કચરામાંથી ટકાઉ બાંધકામ સામગ્રી બનાવશે ભારત અને નોર્વે

મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ (Vayo Samman) માહિતી આપી હતી કે આ પહેલમાં જોડાવા ઈચ્છુક નાગરિકો ‘સીનિયર સિટીઝન્સ વેલફેર (SCW) સિંગલ એકસેસ મિકેનિઝમ ફોર ઓલ વર્ટિકલ્સ ઓફ એમપાવરમેન્ટ એન્ડ સોશિયલ હાર્મની’ (સમાવેશ – SAMAVESH) પોર્ટલ પર https://seniorcitizen.dosje.gov.in/vayo-sathi દ્વારા નોંધણી કરાવી શકે છે અને આંતર-પેઢીગત સંબંધોને મજબૂત કરવા તથા સમાજમાં વરિષ્ઠ નાગરિકોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવાના દેશવ્યાપી પ્રયાસનો ભાગ બની શકે છે.

તેમણે કહ્યું કે રસ ધરાવતા નાગરિકો નોંધણી કરાવવા અને પહેલમાં ભાગ લેવા માટે ‘વયો સાથી’ સ્વયંસેવક નોંધણી સુવિધા, અથવા ‘જીવન’ (JEEVAN – જોઈન્ટ એલ્ડરલી એમપાવરમેન્ટ એન્ડ વર્ચ્યુઅલ આસિસ્ટન્સ નેટવર્ક) મોબાઇલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલ સ્વયંસેવકોને વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ સેવાઓ, કલ્યાણ સંબંધિત માહિતી અને સામુદાયિક સમર્થન મેળવવામાં મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તે ડિજિટલ સાક્ષરતા, સાયબર ફ્રોડ વિશે જાગૃતિ, આરોગ્ય અને સુકાનકારી (વેલનેસ) અને વયસ્ક વ્યક્તિઓમાં વધુ સામાજિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ કરે છે.

Vayo Samman

અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડો. વીરેન્દ્ર કુમારે તાજેતરમાં રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રીય સ્તરના ‘વયો સમ્માન રાષ્ટ્રીય અભિયાન'(Vayo Samman)નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે આ અભિયાનનો ઉદ્દેશ્ય યુવા પેઢીની ઉર્જા અને ક્ષમતાઓ સાથે વરિષ્ઠ નાગરિકોના અનુભવ, સમજણ અને જ્ઞાનને એકસાથે લાવીને આંતર-પેઢીગત એકતાને મજબૂત કરવાનો છે.

Vayo Samman

આ અભિયાન ‘5C’ મોડેલ – કનેક્ટ, કન્વર્સ, કો-ક્રિએટ, કોન્ટ્રિબ્યુટ અને કન્ટિન્યુ  પર આધારિત છે – જે પેઢીઓ વચ્ચે સતત જોડાણ સ્થાપિત કરવા માગે છે, એમ તેમણે જણાવ્યું હતું.

તે યુવાન અને વયસ્ક પેઢીઓને સામુદાયિક પ્લેટફોર્મ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જોડાવા, અનુભવો અને વાર્તાઓ શેર કરવા, સંયુક્ત પ્રવૃત્તિઓ હાથ ધરવા, જ્ઞાન અને કૌશલ્યોની આપ-લે કરવા અને નિયમિત સામુદાયિક પ્રેક્ટિસ તરીકે આવા જોડાણને ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

તેમણે વધુમાં જણાવ્યું હતું કે (Vayo Samman) આ અભિયાનમાં ’30 મિનિટ્સ ટુગેધર’, ‘ટીચ મી – આઈ વિલ ટીચ યુ’, ‘માય સ્ટોરી, માય ઇન્ડિયા’, ‘ડિજિટલ દાદા-દાદી / ડિજિટલ સાથી’, ‘જનરેશન હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘સિલ્વર સ્કિલ્સ – સીનિયર્સ એઝ મેન્ટર્સ’ સહિતના બાર થીમેટિક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ થીમ્સનો ઉદ્દેશ્ય સહચર્યને પ્રોત્સાહન આપવાનો, મૌખિક ઇતિહાસનું જતન કરવાનો, ડિજિટલ સાક્ષરતા વધારવાનો, સાયબર ફ્રોડ વિશે જાગૃતિ લાવવાનો, આરોગ્ય અને સુકાનકારીને પ્રોત્સાહિત કરવાનો અને વરિષ્ઠ નાગરિકોને માર્ગદર્શક (મેન્ટર્સ) અને સમાજમાં મૂલ્યવાન યોગદાનકર્તા તરીકે માન્યતા આપવાનો છે, એમ તેમણે જણાવ્યું હતું.

અધિકારીએ કહ્યું કે ‘વયો સાથી’ પહેલ નાગરિકો માટે સરળ પરંતુ પ્રભાવશાળી પ્રવૃત્તિઓ, જેમ કે તેમની સાથે સમય વિતાવવો, ડિજિટલ સેવાઓ મેળવવામાં તેમને મદદ કરવી, જ્ઞાન અને કૌશલ્યો શેર કરવા અને સામુદાયિક પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી સુગમ બનાવવી વગેરે દ્વારા વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે યોગદાન આપવા માટે એક અર્થપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.

આ અભિયાન પંચાયતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સામુદાયિક સંસ્થાઓ દ્વારા દરેક ગામ અને પડોશ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. તે પરિવારો, યુવા સંગઠનો, યુનિવર્સિટીઓ, બિન-સરકારી સંગઠનો (NGOs), રેસિડેન્ટ વેલફેર એસોસિએશન્સ (RWAs) અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ભાગીદારોને આ પહેલમાં સક્રિયપણે ભાગ લેવા અને સ્વયંસેવકોને એકત્રિત કરવા પ્રોત્સાહિત કરે છે.

મંત્રાલયે ‘વયો સમ્માન રાષ્ટ્રીય અભિયાન’ પર એક માર્ગદર્શિકા (હૅન્ડબુક) પણ બહાર પાડી છે, જે અભિયાનને આગળ ધપાવવામાં ઉદ્દેશ્યો, અમલીકરણ વ્યૂહરચના, થીમેટિક પ્રવૃત્તિઓ અને રાજ્યો, જિલ્લાઓ અને સામુદાયિક સંસ્થાઓની ભૂમિકાઓને આવરી લેતું એક વ્યાપક માર્ગદર્શક માળખું પૂરું પાડે છે.

‘વયો સમ્માન રાષ્ટ્રીય અભિયાન’ દ્વારા, મંત્રાલય સમગ્ર પેઢીઓમાં આદર, સંભાળ, સહચર્ય અને એકતાની મજબૂત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માગે છે. આ પહેલ વરિષ્ઠ નાગરિકોને માત્ર કલ્યાણકારી કાર્યક્રમોના લાભાર્થી તરીકે જ નહીં પરંતુ સક્રિય યોગદાનકર્તા, માર્ગદર્શક અને જ્ઞાન, સંસ્કૃતિ અને સામાજિક અનુભવના મૂલ્યવાન ખજાના તરીકે ઓળખે છે.