Nvidia AI Chip Investigation News gujarati

China AI Chips: જેન્સન હુઆંગ વિવાદમાં નવો ખુલાસો: ચીન પહોંચ્યા 7.5 અબજ ડોલરના Nvidia ચિપ્સ?

તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી સાથે જોડાઓ.
WhatsApp Community →

નવી દિલ્હી, 11 નવેમ્બર: China AI Chips: વિશ્વની અગ્રણી AI ચિપ ઉત્પાદક કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ચર્ચામાં છે. ચીનની બિઝનેસવુમન એલિસ હુઆંગ સાથેના તેમના કથિત સંબંધ અને ચીનમાં અદ્યતન AI ચિપ્સની સપ્લાય અંગે નવા અહેવાલો સામે આવ્યા છે. આ મામલો હવે વ્યક્તિગત સંબંધો પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા, ટેક્નોલોજી નિકાસ નિયંત્રણો અને Nvidiaના કોર્પોરેટ સંચાલન સાથે પણ જોડાઈ ગયો છે.

7.5 અબજ ડોલરની ચિપ્સ ચીન પહોંચાડવામાં મદદનો દાવો

અમેરિકી મીડિયા અહેવાલો અનુસાર, (China AI Chips) એલિસ હુઆંગે Nvidiaના CEO સાથેના પોતાના કથિત સંબંધો અને કંપનીના વિતરકો સાથેના સંપર્કોનો ઉપયોગ કરીને ચીનની કંપનીઓ સુધી ઓછામાં ઓછા 7.5 અબજ ડોલરની Nvidia ચિપ્સ પહોંચાડવામાં મદદ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતીય ચલણમાં આ રકમ આશરે 65થી 70 હજાર કરોડ રૂપિયા થાય છે.

આ ચિપ્સમાં H100, H200 અને A100 જેવા અદ્યતન AI પ્રોસેસર્સનો સમાવેશ હોવાનો અહેવાલ છે. જોકે, આ સપ્લાયમાં કાયદાનો ભંગ થયો હતો કે નહીં અને જેન્સન હુઆંગની તેમાં કોઈ સીધી ભૂમિકા હતી કે નહીં, તે હજુ સાબિત થયું નથી.

આ પણ વાંચો:- Night Coffee: રાત્રે કોફી પીવાની ટેવ છે? તો અજમાવો આ હેલ્ધી વિકલ્પ

FBI તપાસ અને Nvidia બોર્ડની કાર્યવાહી

આ વિવાદ વચ્ચે FBI એ તપાસ કરી રહી છે કે જેન્સન હુઆંગ કોઈ વિદેશી ગુપ્તચર એજન્સીના નિશાન પર હતા કે નહીં. બીજી તરફ Nvidiaના બોર્ડે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. (China AI Chips) આ તપાસનું નેતૃત્વ કરવા માટે અમેરિકાની જાણીતી કાયદાકીય પેઢી Wachtell Liptonના ભાગીદાર અને ભૂતપૂર્વ કાર્યકારી યુએસ એટર્ની જૂન કિમને જવાબદારી સોંપવામાં આવી છે.

કંપનીના બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે અત્યાર સુધી તેની પાસે એવા કોઈ પુરાવા નથી કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અથવા Nvidiaની ગુપ્ત ટેક્નોલોજી સંબંધિત માહિતી સાથે ચેડાં થયાં છે. જેન્સન હુઆંગે પણ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની તૈયારી દર્શાવી છે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

રોકાણકારોનો કાનૂની પડકાર

આ મામલે હવે Nvidia અને તેના CEO સામે શેરધારકો દ્વારા કાનૂની દાવો પણ દાખલ કરવામાં આવ્યો છે. દાવામાં આરોપ મૂકાયો છે (China AI Chips) કે કંપનીએ રોકાણકારોને સંભવિત જોખમો અંગે પૂરતી માહિતી આપી નહોતી. આ દાવા અંગે કોર્ટમાં શું નિર્ણય આવે છે તે જોવાનું રહેશે.

ચીનનો ઇનકાર, અમેરિકામાં રાજકીય ચર્ચા

ચીનના વિદેશ મંત્રાલયે જાસૂસી સાથે જોડાયેલા આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવ્યા છે. બીજી તરફ અમેરિકામાં કેટલાક સાંસદોએ આ મામલે વધુ સ્પષ્ટતા અને ચીનમાં અદ્યતન ચિપ્સની નિકાસ પર કડક નિયંત્રણોની માંગ કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હુઆંગ સાથે વાત કરી હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ, હુઆંગે તેમને કહ્યું હતું કે તેમને એલિસ હુઆંગની કથિત જાસૂસી પ્રવૃત્તિઓ અંગે કોઈ જાણકારી નહોતી.

Nvidiaના બજાર મૂલ્ય પર અસર

આ વિવાદના કારણે Nvidiaના શેરમાં ઘટાડો નોંધાયો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, બે ટ્રેડિંગ સત્રોમાં કંપનીના બજાર મૂલ્યમાં આશરે 430 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. રોકાણકારોમાં કંપનીના નેતૃત્વ, નિકાસ નિયંત્રણો અને ભવિષ્યના AI વ્યવસાય અંગે ચિંતા વધી છે.

હાલ આ સમગ્ર મામલો તપાસના તબક્કે છે. એલિસ હુઆંગ સામેના જાસૂસીના આરોપો, ચિપ્સની સપ્લાયમાં કથિત ભૂમિકા અને જેન્સન હુઆંગની જાણકારી અંગે અંતિમ નિષ્કર્ષ આવ્યો નથી. તપાસ અને કાનૂની કાર્યવાહી બાદ જ આ વિવાદની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે.