rashmika fight 1

Rashmika Fight Training: રશ્મિકા મંદાનાનો નવો અવતાર જોઈને ચાહકો ચોંકી જશે, ‘માયસા’ માટે કરી આટલી મહેનત!

‘માયસા’ ફિલ્મ માટે રશ્મિકા મંદાનાએ દરરોજ 8થી 10 કલાક ફાઇટ પ્રેક્ટિસ કરી, અંડરવોટર એક્શન સીન માટેની તેની ખાસ તૈયારી પણ ચર્ચામાં.

WhatsApp Channel Follow કરો →

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: Rashmika Fight Training: અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાની આગામી ફિલ્મ ‘માયસા’માં એકદમ અલગ અંદાજમાં જોવા મળવાની છે. ફિલ્મ માટે તેણે એક્શન અને ફાઇટ સીનની ખાસ તાલીમ લીધી છે. તાજેતરમાં જાહેર થયેલા બિહાઇન્ડ ધ સીન વીડિયોમાં તેની મહેનતની ઝલક જોવા મળી છે.

ફિલ્મના એક્શન દૃશ્યો માટે રશ્મિકા (Rashmika Fight Training) દરરોજ આશરે 8થી 10 કલાક પ્રેક્ટિસ કરતી હતી. આ ભૂમિકા માટે તેણે ફાઇટ ટેકનિક, શારીરિક તાલીમ અને સ્ટન્ટની તૈયારી પર વિશેષ ધ્યાન આપ્યું છે. ખાસ કરીને પાણીની અંદર ફિલ્માવવામાં આવેલા ફાઇટ સીન માટે પણ તેણે લાંબી તૈયારી કરી હતી.

આ પણ વાંચો : – Glamorous Look: અવનીત કૌરનો સુંદરતા, સ્ટાઇલ અને આત્મવિશ્વાસનો મનમોહક અંદાજ

‘માયસા’માં રશ્મિકા ગોંડ આદિવાસી મહિલા યોદ્ધાના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન રવિન્દ્ર પુલે કરી રહ્યા છે. આ ફિલ્મમાં રશ્મિકાનો એક્શન અવતાર તેની અગાઉની ભૂમિકાઓથી અલગ હોવાનું માનવામાં આવે છે.

નિર્માતાઓ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ફિલ્મ 27 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હવે દર્શકોમાં ઉત્સુકતા છે કે રશ્મિકાનો આ નવો અવતાર પડદા પર કેવો જાદુ સર્જે છે.