RJT digital certificate

Digital Life Certificate: DLC અભિયાન 5.0: રાજકોટ ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 422 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી

Digital Life Certificate: આજે એક જ દિવસમાં 43 પ્રમાણપત્રો જારી; રેલવે હોસ્પિટલમાં દાખલ પેન્શનરોના સુધી પહોંચીને પણ DLC બનાવવામાં આવ્યા

WhatsApp Channel Follow કરો →

રાજકોટ, 19 નવેમ્બર: Digital Life Certificate: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના એકાઉન્ટ વિભાગ દ્વારા DLC અભિયાન 5.0 હેઠળ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોની સુવિધા માટે વિવિધ સ્થળોએ વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, આ અભિયાન (Digital Life Certificate) હેઠળ એકાઉન્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા પેન્શન એસોસિએશન (રાજકોટ), પીડબલ્યુઆઈ (PWI) કાર્યાલય (થાન), યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તથા હાપા રેલવે સ્ટેશન સહિત વિવિધ સ્થળોએ શિબિરો યોજવામાં આવી હતી.

આ પણ વાંચો:- Tea Biscuit Side Effects: સવારની ચા સાથે બિસ્કિટ ખાવાની આદત સ્વાસ્થ્યને કરી શકે છે અસર

આ શિબિરોના માધ્યમથી 19 નવેમ્બર, 2026 સુધીમાં કુલ 422 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) સફળતાપૂર્વક જારી કરવામાં આવ્યા છે, જેમાંથી 43 પ્રમાણપત્રો આજે આયોજિત વિશેષ શિબિરોમાં જારી કરવામાં આવ્યા હતા.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર પવન કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ અભિયાન દરમિયાન રેલવે હોસ્પિટલમાં દાખલ અસ્વસ્થ અને વૃદ્ધ પેન્શનરોની સુવિધા માટે એકાઉન્ટ વિભાગના કર્મચારીઓએ તેમના બિછાના સુધી પહોંચીને પણ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવ્યા હતા.

View this post on Instagram

A post shared by Buyer Junction (@buyerjunction)

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને તેમના નજીકના સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ કરાવીને બિનજરૂરી દોડધામમાંથી રાહત આપવાનો છે. આ પહેલ રેલવે પ્રશાસનની પેન્શનરો પ્રત્યેની સંવેદનશીલતા, સેવાભાવના અને ડિજિટલ સુવિધાઓને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

DLC અભિયાન 5.0 હેઠળ વિશેષ શિબિરોનું આ આયોજન 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2026 સુધી ચાલુ રહેશે, જેથી વધુમાં વધુ પેન્શનરો અને ફેમિલી પેન્શનરો આ સુવિધાનો લાભ લઈ શકે.