જામનગરમાં બેડી બંદર પર પાર્ક કરેલો ટ્રક સળગ્યો ફાયર બ્રિગેડે આગ બુજાવી
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૭ ઓક્ટોબર: જામનગરમાં બેડી બંદર રોડ પર પાર્ક કરાયેલા એક ટ્રકમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. જે આગના કારણે ટ્રકની કેબીન તથા બોડી નો ભાગ સળગતો હતો. આગના બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી એ આગ ને કાબુમાં લીધી હતી.
આગના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા મહંમદ હુસેન ભાઈ નોતિયાર નામના વ્યક્તિની માલિકીના જીજે૧૨ યુ ૭૯૬૧ નંબરના ટ્રક મા બપોર ના સમયે અકસ્માતે આગ લાગી હતી. ટ્રકની કેબિનમાં કોઈપણ કારણસર આગનું છમકલું થયું હતું. અને જોતજોતામાં ટ્રકની કેબીન તથા બોડી નો ભાગ સળગવા લાગ્યો હતો.
આ બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને બૂઝાવી હતી. જોકે તે પહેલા ટ્રકની કેબીન બળીને ખાખ થઈ હતી.