Lakshmi Mittal meet CM: આજે ગાંધીનગરમાં આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સી ઈ ઓ દિલીપ ઉમાને લીધી મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત
Lakshmi Mittal meet CM: આવનારા દિવસોમાં સમગ્રતયા 1લાખ કરોડ નું રોકાણ તેઓ ગુજરાતમાં કરવા ઉત્સુક છે
ગાંધીનગર, ૨૦ ઓગસ્ટ: Lakshmi Mittal meet CM: મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં તેમણે સુરતના હજીરા પ્લાન્ટ નજીક તેમના યુનિટ ના એકસપાન્સન માટે 50 હજાર કરોડ નું વધારાનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ ઉપરાંત તેમણે મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં (Lakshmi Mittal meet CM) એમ પણ કહ્યું કે આવનારા દિવસોમાં સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને હાઇડ્રોજન ગેસ ઉત્પાદન ક્ષેત્રે પણ 50 હજાર કરોડનું રોકાણ તેમનું ગ્રુપ કરવાની નેમ ધરાવે છે. આવનારા દિવસોમાં સમગ્રતયા 1લાખ કરોડ નું રોકાણ તેઓ ગુજરાતમાં કરવા ઉત્સુક છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ અંગે સકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકાર દ્વારા જરૂરી મદદ ની ખાતરી આપી હતી અને આ રોકાણ માટે તેમને આવકાર્યા હતા
લક્ષ્મી મિત્તલે કોરોના (Lakshmi Mittal meet CM) કાળમાં પણ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ના માર્ગદર્શન અને દ્વષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે વિકાસ ગતિ અટકવા દીધી નથી અને ઉદ્યોગોને સાથે રાખીને કોરોના ના કપરા કાળ માં પણ જે કામગીરી કરી છે તેને બિરદાવી હતી. આ શુભેચ્છા મુલાકાત વેળાએ મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.