Cricket Stadium Converted Into Vegetable Farm

Cricket Stadium Converted Into Vegetable Farm: પાકિસ્તાનના ખાનેવાલ ક્રિકેટ સ્ટેડિયમમાં શાકભાજીની ખેતી શરૃ કરાઇ, ફોટો થયા વાયરલ

Cricket Stadium Converted Into Vegetable Farm: હાલમાં શાકભાજીનો ઉભો પાક લહેરાતો જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સ્ટેડિયમનો ઉપયોગ હાલ મરચાં-કોળા સહિતની શાકભાજી ઉગાડવામાં થઈ રહ્યો છે

ઇસ્લામાબાદ, 20 ઓગષ્ટઃ Cricket Stadium Converted Into Vegetable Farm: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાવ હાંસિયામાં ધકેલાઈ ગયેલા પાકિસ્તાનમાં ક્રિકેટ ખતમ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૦૯માં પાકિસ્તાન પ્રવાસ ખેડી રહેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર થયેલા આંતકવાદી હૂમલા બાદ વિદેશી ટીમોએ ત્યાં જવાનું જ બંધ કરી દીધું છે.

ક્રિકેટ અને ક્રિકેટરોના અભાવને કારણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ખાનેવાલ ક્રિકેટ સ્ટેડિયમમાં શાકભાજીની ખેતી શરૃ કરી દેવામાં આવી છે.  

આ પણ વાંચોઃ footballer plyer zaki anwari: વિમાનમાંથી પડી ગયેલા અફઘાની ફૂટબોલરનું કાબુલ એરપોર્ટ પર મોત..!

એક સમયે જ્યાં વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ હતુ ત્યાં હાલમાં શાકભાજીનો ઉભો પાક લહેરાતો જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સ્ટેડિયમનો ઉપયોગ હાલ મરચાં-કોળા સહિતની શાકભાજી ઉગાડવામાં થઈ રહ્યો છે. આ સ્ટેડિયમમાં ખાસ પ્રેક્ટિસ એરિયાથી માંડીને પેવેલિયન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.

ખાસ પ્રકારે પીચ પણ તૈયાર કરાઈ હતી. પાકિસ્તાનના મીડિયાના રિપોર્ટ બાદ ખેતરમાં ફેરવાયેલું આ સ્ટેડિયમ ભારે ચર્ચામાં છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પણ આ વિડિયો જોઈને નિરાશા વ્યક્ત કરી હતી. કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાન બોર્ડ અને તેના વહિવટકારોની પણ ઝાટકણી કાઢી હતી.

Whatsapp Join Banner Guj