Heavy Rain in Ambaji: સતત ત્રીજા દિવસે પણ અંબાજી પંથકમાં વરસાદ વરસ્યો, ટુકડે ટુકડે વરસાદ આવતા ખેડૂતોમાં આનંદની લાગણી
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 10 સપ્ટેમ્બરઃ Heavy Rain in Ambaji: યાત્રાધામ અંબાજી માં વિધિવત ચોમાસા ની શરૂઆત થઇ હોય તેવું વાતાવરણ સર્જાયું છે સતત ત્રણ વખત થી ભારે વરસાદ અંબાજી પંથક માં વરસી રહ્યો છે જોકે આ વરસાદ ટુકડે ટુકડે ને રોકાઈ રોકાઈ ને પડતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ રૂપ બન્યો છે.
આજે પણ અંબાજી(Heavy Rain in Ambaji) પંથક માં ધોધમાર વરસાદ વર્ષ્યો હતો સતત એક કલાક વરસાદ વરસતા અંબાજી ના બજારો માં વરસાદી પાણી ફરીવળ્યાં હતા.
ઉભા બજારે નદી ના દ્રશ્યો સજાર્ય હતા અંબાજી ના મુખ્ય બજારોમાં ચો તરફ પાણી જ પાણી ભરાતા માર્ગો પણ પાણી માં ઘરકાવ થયા હતા જયારે હાઇવે માર્ગ ઉપર સતત વરસાદ ના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલી માં મુકાયા હતા.
જયારે વરસાદ વગર મુંજાયેલો ખેડૂત ફરી વરસાદ વરસતા પોતાના મુરઝાતા પાક બાબતે આશાવાદ બન્યો છે જોકે ચાલુ સીઝન નો વરસાદ 50 ટકા કરતા પણ ઓછો પડ્યો છે
આ પણ વાંચોઃ IT Raid: અમદાવાદમાં આવકવેરા વિભાગના દરોડા, સર્ચ ઓપરેશન યથાવત