Good news for ambaji darshan: યાત્રીકો હવે રજીસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન માટે જઈ શકશે
Good news for ambaji darshan: અનેક શ્રદ્ધાળુઓ જે ઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવી શકનાર શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત નહીં રહી જાય તે માટે નિયમ બદલાયો
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 17 ફેબ્રુઆરી: Good news for ambaji darshan: યાત્રાધામ અંબાજી ગુજરાતનુ જ નહીં પણ ભારતભરનું પ્રસિદ્ધ શક્તિપીઠ છે જેને કરોડો લોકો ની આસ્થા નું કેન્દ્ર માનવામાં આવે છે જોકે કોરોના મહામારીને લઇ અંબાજી મંદિર બંધ પણ કરવામાં આવ્યું હતું અને કેટલાક અંશે કોરોનાની પરિસ્થિતિ થાળે પડતા ફરીથી અંબાજી મંદિર સરકારની SOP પ્રમાણે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે જેને લઇ અનેક શ્રદ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે પહોંચી દર્શન નો લાભ લઇ રહ્યા છે

જોકે દર્શન માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન (Good news for ambaji darshan) કરાયા બાદ માતાજીના દર્શન નો લાભ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ હતી પણ તેવામાં અનેક શ્રદ્ધાળુઓ જે ઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવી શકનાર શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત નહીં રહી જાય તેવી ભાવના સાથે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ દ્વારા મહત્વ નો નિર્ણય લઈ શ્રદ્ધાળુઓ ને ઓનલાઇન રજીસ્ટ્રેશન માંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે યાત્રીકો હવે રજીસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન માટે જઈ શકશે પણ તેવા શ્રદ્ધાળુઓ એ રસીના બે ડોઝ ફરજીયાત લીધેલા હોવા જોઈએ અને માસ્ક પણ ફરજીયાત પહેરવું પડશે ને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે દર્શન નો લાભ લેવાનો રહેશે
એટલુંજ નહીં હવે મંદિરના નૃત્ય મંડપ માં બેસી માઇભક્તો માતાજી ના ગુણગાન કરી શકે અને સંસ્કૃતિ ના જતન તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે ગ્રામ્ય કક્ષા એ ધાર્મિક ભજન મંડળીઓ ભજન સાથે કીર્તન કરી ગ્રામ્ય સંસ્કૃતિ ને ઉજાગર કરી શકે તેવા ભાવથી મંદિર ચોક માં રોજની બે ભજન મંડળીઓ ને પરવાનગી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે તેમજ આ ભજનની એક નવી પહેલ ને જિલ્લા કલેકટર આનંદ પટેલ તેમજ મંદિર ટ્રસ્ટના વહીવટદાર રાજેશ ચૌહાણએ દીપ પ્રગટાવીને આ નવી વ્યવસ્થા નો શુભારંભ કરાવ્યો હતો

એટલુંજ નહીં ભજન મંડળીઓ ને જમવા સાથે ની સુવિધા વિનામૂલ્યે મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે ને ભજન મંડળીઓ મંદિરમાં ભજન કરવા માંગતા હોય તેવો પોતાનું બુકીંગ ઓનલાઇન કરાવી શકે તે માટે ની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવાંમાં આવશે.