Bappi da funeral

Bappi da funeral: બપ્પી દા પંચતત્ત્વમાં વિલીન, વિદ્યા બાલન, શક્તિ કપૂર, મિકા, અભિજિત, શાન સહિત અનેક સેલેબ્સે વિદાય આપી

Bappi da funeral: બપ્પી દાનું નિધન ઓબ્સ્ટ્રક્ટિવ સ્લિપ એપનિયાને લીધે થયું

બોલિવુડ ડેસ્ક, 17 ફેબ્રુઆરીઃ Bappi da funeral: દિગ્ગજ સિંગર-કમ્પોઝર બપ્પી લહરી પંચતત્ત્વમાં વિલીન થઈ ગયા છે. મુંબઈના વિલેપાર્લે ખાતે આવેલા પવનહંસ સ્મશાન ઘાટમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. તેમના દીકરા બપ્પા લહરીએ બપ્પી દાને મુખાગ્નિ આપ્યો. 15 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:45 વાગ્યે 69 વર્ષની ઉંમરે સિંગરે દુનિયાને અલવિદા કહ્યું, પરંતુ બીજે દિવસે એટલે કે બુધવારે અંતિમસંસ્કાર ના થઇ શક્યા, કારણ કે બપ્પી લહરીનો દીકરો અમેરિકા હતો અને તે બુધવારે મોડી રાત્રે જ મુંબઈ આવી શક્યો.

પરિવારના હૈયાફાટ રૂદન અને ચાહકોની ભીની આંખો વચ્ચે બપ્પીદાની અંતિમ યાત્રા નીકળી હતી. સ્મશાન ગૃહમાં વિદ્યા બાલન, શક્તિ કપૂર, ગાયિકા અલકા યાજ્ઞિક, ઇલા અરુણ, ગાયક અભિજિત, શાન, મિકા સિંહ સહિત અનેક સેલેબ્સે બપ્પી લહરીને આખરી વિદાય આપી હતી.

સ્મશાન ગૃહમાં બપ્પી લહરીના શોકમગ્ન પુત્ર બપ્પા લહરી
સ્મશાન ગૃહમાં બપ્પી લહરીના શોકમગ્ન પુત્ર બપ્પા લહરી

આ પણ વાંચોઃ flock of birds suddenly fell to the ground: પક્ષીઓનું ટોળું અચાનક જમીન પર પડ્યું, ઘણા મૃત્યુ પામ્યા- જુઓ વીડિયો

bappilahirilastphoto 1645078693
બપ્પી લહરીના અંતિમસંસ્કારમાં સેલેબ્સની સાથે પરિવારના લોકો પણ સામેલ.

બપ્પીદાના પાર્થિવદેહને વિલેપાર્લે સેવા સમાજ સ્મશાનગૃહમાં લઈ જતા પરિવારના લોકો.
બપ્પીદાના પાર્થિવદેહને વિલેપાર્લે સેવા સમાજ સ્મશાનગૃહમાં લઈ જતા પરિવારના લોકો.

new project 14 1645071473

નિધન પછી બપ્પી દાનું પાર્થિવ શરીર હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યું હતું. કાજોલ અને તેની માતા તનુજ, અલકા યાજ્ઞિક, રાકેશ રોશન, ચંકી પાંડે, અભિજિત ભટ્ટાચાર્ય, નીતીન મુકેશ, પદ્મિની કોલ્હાપુરે, ઈલા અરુણ, સોફી ચૌધરી, રાજ મુખર્જી, લલિત પંડિત, સાધના સરગમ, વિજેતા પંડિત, પૂનમ ઢિલ્લોં, સાક્ષી તંવર અને સલમા આગા સહિત ઘણાં સેલેબ્સ અંતિમસંસ્કાર માટે તેમના ઘરે ગયાં હતાં. બપ્પી દાના ઘરની બહાર ચાહકોની ભીડનો જમાવડો હતો.

Gujarati banner 01