Gujarat election date 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે બપોરે 12 વાગે થશે જાહેર
Gujarat election date 2022: કેન્દ્રીય ચૂંટણી પંચની બપોરે 12 વાગે પ્રેસ કોન્ફેરન્સ
અમદાવાદ , 03 નવેમ્બર: Gujarat election date 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આજે વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થશે. બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થશે.
ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન થવાની શક્યતા છે. નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરમાં મતદાનની શક્યતા જોવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મતગણતરી 8 ડિસેમ્બરે યોજાઈ શકે છે.