ambaji shradhanjali

A condolence meeting was held in Ambaji regarding the Morbi incident: મોરબી ની ઘટના ને લઈ અંબાજી મા વિવિધ સ્થળો એ શોક સભા ને પ્રાર્થના સભાઓ યોજાઈ

A condolence meeting was held in Ambaji regarding the Morbi incident: રાજ્યવ્યાપી શોક દિવસ ને લઈ મોરબી ની ઘટના ને લઈ અંબાજી મા વિવિધ સ્થળો એ શોક સભા ને પ્રાર્થના સભાઓ યોજાઈ,

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 02 નવેમ્બર:
A condolence meeting was held in Ambaji regarding the Morbi incident: ગુજરાત રાજ્યમાં મોરબી ખાતે બનેલી દુઃખદ અને ગોજારી ઘટનામાં અનેક લોકોના અકાળે અવસાન થયા છે જેને લઈ રાજ્ય સરકાર દ્વારા આજે બીજી નવેમ્બર ને રાજ્ય વ્યાપી શોકદિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે જેને લઇ યાત્રાધામં અંબાજી ખાતે સામુહિક શોક સભાઓ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અંબાજી ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સમાજના અગ્રણી લોકો મોરબીમાં બનેલી ઘટનાને વખોડી હતી અને મોતને ભેટેલા લોકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે તેમના પરિવારજનોને આ કારમાં આઘાત સહન કરવાની શક્તિ માં અંબે આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી

અને જે લોકો ઇજાગ્રસ્ત બન્યા છે તેઓ જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના સાથે દેશ નહીં આ રાજ્ય નહીં પણ દેશમાં કોઈપણ જગ્યાએ આવી ઘટના ન બને તેવી મા અંબાને પ્રાર્થના કરવામાં આવી હતી એટલું જ નહીં આજે આ શોક સભા દિવસના અંબાજી મંદિર દિવસના ટ્રસ્ટમાં પણ પોતાની વિવિધ સંસ્થાઓના તમામ કર્મ ચારીઓ સાથે બ્રાહ્મણો અંબાજી મંદિર ચારચાર ચોકમાં વિશાળ શોક સભા આયોજિત કરી સદગતની આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી સાથે અંબાજી પોલીસ સ્ટેશન સહિત અનેક સરકારી કચેરીમાં પણ આ રીતે મેરબી ઘટના માં મારે આ ગયેલા લોકોની આત્માને શાંતિ મળે તેના માટે પ્રાર્થના આયોજિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો178th birth anniversary of Jeevan Prana Bapashri: કુમકુમ મંદિર ખાતે કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૮ મી પ્રાગટ્ય જયંતી ઊજવાશે.

Gujarati banner 01