Guj BJP defeated candidates

Guj BJP defeated candidates: ભાજપના પરાજિત ઉમેદવારોનો બળાપો- અમને અમારા જ કાર્યકરોએ હરાવ્યા…

Guj BJP defeated candidates: ભાજપના બે ઉમેદવારોએ પોતાની હાર માટે ભાજપના જ સ્થાનિક નેતાઓને જવાબદાર ગણાવવાનું શરૂ કરી દીધું, જાણો…

ગાંધીનગર, 12 ડીસેમ્બર: Guj BJP defeated candidates: 182 વિધાનસભાની બેઠકોમાંથી ભાજપના હારેલા 26 ઉમેદવારો પૈકી બે ઉમેદવારોએ પોતાની હાર માટે ભાજપના જ સ્થાનિક નેતાઓને જવાબદાર ગણાવવાનું શરૂ કરી દીધું છે. કાંકરેજ બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર અમરત ઠાકોર સામે 5 હજારથી વધુ મતથી હારનાર ભાજપના કિર્તીસિંહ વાઘેલાએ હારનું ઠીકરૂ સ્થાનિક નેતાઓ પર ફોડ્યું હતું.

હવે તે જ વાતને આગળ વધારી પાટણ બેઠકથી કૉંગ્રેસના કિરીટ પટેલ સામે 17 હજાર કરતા વધુ મતે હારનાર ડૉ. રાજુલબેન દેસાઈએ ભાજપના સ્થાનિક નેતાઓને જયચંદ ગણાવી ગંભીર આરોપ લગાવ્યા છે. રાજુલબેન દેસાઈએ પણ જાહેરમાં પક્ષના કાર્યકર્તાઓને પાર્ટી વિરૂદ્ધ ગણાવ્યા છે.

પાટણમાં ભાજપ હારેલ ઉમેદવાર રાજુલબેન દેસાઈએ સભા યોજી હતી. સભામાં પોતાની હાર માટે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યા હતા. રાજુલબેને પોતાના ભાષણમાં પૃથ્વીરાજ ચોહાણનું ઉદાહરણ આપતા કહ્યું, પૃથ્વીરાજ ચોહાણને હરાવનાર જયચંદ હતા ત્યારે મને હરાવવા પણ કેટલાક જયચંદ કામે લાગ્યા હતા.

આ પણ વાંચો: PM Modi in Gujarat: શપથ વિધિ સમારોહમાં સહભાગી થવા અમદાવાદ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Gujarati banner 01