Mothers day 2022

Happy Mothers Day: હોય પાસે કે ના હોય, “મા” શબ્દ જ કાફી છે

“મા”(Happy Mothers Day)

Banner Ronak joshi 600x337 1

Happy Mothers Day: વાદળ બની એ વચ્ચે આવી જાય છે,
કોઈ જયારે લાલ આંખ કરવા જાય છે.

વાંક મારો છે કે સામેવાળાનો પછી જુએ છે,
પહેલા તો મારી પડખે ઉભી રહી જાય છે.

વાસ્તવિકતાને વાર્તા સાથે એવી રીતે જોડે,
ભાવ,અભાવ,સ્વભાવને સમજાવી જાય છે.

એકલતાનાં આઘાતમાં પણ હું બોલું “મા”,
ત્યાં તો પ્રેમભર્યા વાદળ બની વરસી જાય છે.

હોય પાસે કે ના હોય, “મા” શબ્દ જ કાફી છે,
ઉદાસીને ઉડાડી નવી ઉજાસ કરી જાય છે.

આ પણ વાંચો… Magni Dal Cheela Recipe: સવારના નાસ્તામાં બનાવો મગની દાળ ચીલા, નોંધી લો રેસિપી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો