Parivartan: તમે વાત નાં કરો જીવનભર પ્રેમની…સુકાવ્યા
પરિવર્તન (Parivartan)

Parivartan: શાંત સરોવરનાં નિર્મળ,નિશ્લલ પાણી
મેં તડકામાં પૂરેપૂરા સમાતા જોયાં છે
તમે વાત નાં કરો જીવનભર પ્રેમની
ત્યજેલા વ્યક્તિને મેં હસતાં રમતાં જોયાં છે
પૂજાયેલા પથ્થર પર ઠલવાતાં ફૂલોનાં ઢેર જોયાં છે
થોડાં ખુશનસીબ ને થોડાં ગમગીન જોયાં છે
ખરું ખોટું તો બધી વાતો છે જુઠ્ઠી
મેં સત્યને સાક્ષાત ચમકતાં જોયાં છે
પહાડોનાં પથ્થર મેં શાંત ઝરુખે જોયાં છે
ક્રોધે ચડેલા સમયે ગબળતા જોયાં છે
ચાંદ, તારાને મેં હસતાં રમતાં જોયાં છે
છુપાઈ છુપાઈને થોડાં દ્ર્શ્યો મેં પણ ગમતાં જોયાં છે.
********
આ પણ વાંચો:-Skin Care tips: તમનેે પણ આઈબ્રો કરાવ્યા બાદ થાય છે ત્વચાની તકલીફો? અજમાવો આ ઉપચારો…
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો