Eyebrow

Skin Care tips: તમનેે પણ આઈબ્રો કરાવ્યા બાદ થાય છે ત્વચાની તકલીફો? અજમાવો આ ઉપચારો…

Skin Care tips: એલોવેરા જેલ માત્ર ત્વચા પરની બળતરા અને ફોલ્લીઓને દૂર નથી કરતું, પરંતુ તેને આઈબ્રોની આસપાસ લગાવવાથી પણ તમને ખૂબ જ સારું લાગે છે

લાઇફ સ્ટાઇલ, 27 મેઃ Skin Care tips: આઈબ્રો કરાવવોએ મહિલાઓની બ્યુટી રૂટીનનો એક મહત્વનો ભાગ છે. આના કારણે ચહેરો સુંદર દેખાય છે અને આંખો પણ સુંદર લાગે છે. પરંતુ ઘણીવાર થ્રેડિંગના કારણે આઈબ્રોમાં બળતરા, સોજો કે ફોલ્લીઓ થવાની સમસ્યા રહે છે. જોકે કેટલાક લોકો માત્ર પીડા અનુભવે છે.

જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેમને આઈબ્રો કર્યા પછી બળતરાનો સામનો કરવો પડે છે, તો અમે તમને તેનાથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ. આનાથી ન તો કોઈ આડઅસર થશે અને ન તો કોઈ પૈસા ખર્ચ થશે. આવો જાણીએ તેના વિશે વિગતવાર…

આઇસ ક્યુબ: થ્રેડિંગ કર્યા પછી, ભમરમાં બળતરા, સોજો અને લાલાશ થતી હોય છે, તેથી તેનાથી રાહત મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે આઇસ ક્યુબને આઈબ્રો પર લગાવવું. તેનાથી બળતરામાં ઘણી રાહત મળે છે.

એલોવેરા: એલોવેરા જેલ માત્ર ત્વચા પરની બળતરા અને ફોલ્લીઓને દૂર નથી કરતું, પરંતુ તેને આઈબ્રોની આસપાસ લગાવવાથી પણ તમને ખૂબ જ સારું લાગે છે. એલોવેરામાં ઠંડકની અસર હોય છે અને તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે બળતરા અને લાલાશ ઘટાડવામાં મદદ કરે છે અને ચેપને પણ અટકાવે છે.

કાકડી: તમે કાકડીના સ્લાઈસને બળી રહેલી જગ્યા પર પણ લગાવી શકો છો. વાસ્તવમાં, કાકડીમાં એન્જેસિક અસર હોય છે જે થ્રેડિંગ પછી થતી બળતરાને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે જે આઈબ્રોની આસપાસના વિસ્તારમાં બળતરા અને સોજો ઘટાડવાનું કામ કરે છે. કાકડીની સ્લાઈસને આઈબ્રો પર 10 મિનિટ સુધી રાખો. તેનાથી બર્નિંગ સેન્સેશન દૂર થશે.

ઠંડુ દૂધ: તમે થ્રેડીંગ એરિયા પર ઠંડુ દૂધ પણ લગાવી શકો છો. આ લાલાશ અને સોજો દૂર કરવામાં મદદ કરે છે. રૂ એટલે કે કાપૂસને દૂધમાં પલાળીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવવાથી આરામ મળે છે.

ટોનર: તમે થ્રેડીંગ એરિયા પર ટોનરનો ઉપયોગ પણ કરી શકો છો. તેને લગાવવાથી અસરગ્રસ્ત ભાગની બળતરા ઓછી થાય છે. કારણ કે ટોનર કૂલીંગ ઈફેક્ટ ધરાવે છે. ટોનર ત્વચાના છિદ્રોને બંધ કરે છે જે તમારા થ્રેડિંગ પછી ખુલે છે.

ટી બેગ: થ્રેડિંગ પછી સોજાની સમસ્યાને દૂર કરવા માટે તમે ટી બેગ પણ લગાવી શકો છો. ટી બેગને પલાળીને થોડીવાર માટે ફ્રીજમાં રાખો અને પછી તેને આઈબ્રો પર લગાવો, તમને બળતરાની સમસ્યામાં રાહત મળશે.

(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી)

આ પણ વાંચો… Mango exhibition in Surat: સુરતના પનાસ ખાતે કેરી પ્રદર્શન અને હરિફાઈ સાથે પરિસંવાદ યોજાયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો