Rain 1

Ahmedabad Rain: અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ઘોઘમાર વરસાદ

Ahmedabad Rain: સેટેલાઈટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે

અમદાવાદ, 28 મેઃ Ahmedabad Rain: અમદાવાદમાં આજે હવામાને પલટો લીધો છે. અહીં ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગર, સેટેલાઇટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં કરા પડવાની માહિતી મળી રહી છે. વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. લોકો ઘરે બેસીને તેનો આનંદ માણી રહ્યા છે.

હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહીને પગલે આજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને  સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું હતું. બોડકદેવ, ઈસનપુર, શાહપુર,જશોદાનગર હાટકેશ્વર, બોપલ, ઘુમા, શીલજ, જીવરાજપાર્ક, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, અખબારનગર, RTO સર્કલ, ચાંદખેડા, વસ્ત્રાલ, ખાડિયા, મણિનગર,રાયપુરમાં વરસાદ પડતા માર્ગો પાણી પાણી થયા છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. જેથી અમરેલી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે. 

આ પણ વાંચો… Parivartan: તમે વાત નાં કરો જીવનભર પ્રેમની…સુકાવ્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો